Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

૧૦ લાખની ઉચાપત કરનારા કચ્છના ભીટારા ગામના તલાટીના ચાર દિવસના રિમાન્ડ

ભુજ તા.૧૨:  હાજીપીર નજીક રણ પાસે આવેલા નખત્રાણા તાલુકાના ભીટારા ગામના તલાટી દ્વારા આચરાયેલા બહુ ચર્ચિત નાણાકીય કૌભાંડના કેસમાં કોર્ટે પણ કડક વલણ દર્શાવી આરોપી તલાટીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. તલાટી પ્રશાંત મંગળદાસ પટેલ (રહે. ભુજ, મૂળ અમદાવાદ) સામે વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મળેલી રૂપિયા ૯.૯૧ લાખની રકમ પોતાના અંગત બેંક ખાતામાં જમા કરીને ઉચાપત કરવાની પોલીસ ફરિયાદ છે. તલાટી પ્રશાંત પટેલને નરા પોલીસે પકડ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમ્યાન પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરાશે. જોકે, તલાટી પ્રશાંત મંગળદાસ પટેલ સામે અગાઉ અધિકારીઓ તેમ જ પદાધિકારીઓ સામે ગેરવર્તન અંગે અનેક ફરિયાદો થઈ ચૂકી છે.

(12:07 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST