Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સરધારની સ્વામિનારાયણ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન મશીનનું લોકાર્પણ

રાજકોટના નામાંકિત તબીબો દ્વારા અત્યંત રાહતદરે ઓપરેશન

સરધાર :. તાલુકાના સરધાર ખાતેની શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલે ૧૩ વર્ષ પૂર્ણ કરેલ છે. દુરબીનથી ટાંકા વગરના થતા ઓપરેશન માટે ૧૫ લાખની કિંમતનું સ્ટ્રાયકર કંપની યુએસએનું આધુનિક લેપ્રોસ્કોપી મશીન (સ્ટ્રાયકર ૧૪૮૮ એચડી) દાતા શ્રી મગનભાઈ ભંડેરી (સુરત) (હસ્તેઃ શ્રી પ્રકાશભાઈ અને ઘનશ્યામભાઈ)એ શ્રી સ્વામિનારાયણ હોસ્પીટલ, સરધારને અર્પણ કરેલ છે. મશીનની ઉદ્ઘાટન વિધિ શ્રી સરધાર સ્વામિનારાયણ મંદિરના શ્રી નિત્યાસ્વરૂપ સ્વામીના હસ્તે કરવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ હોસ્પીટલ, સરધારના પ્રમુખ નીતિન ઢાંકેચા, શ્રીબાલસ્વરૂપ સ્વામી તેમજ પતિત પાવન સ્વામી, ડો. ટીંબડીયા, ડો. પાઘડાર, ડો. કલ્પેશભાઈ, પ્રકાશભાઈ, વિપુલભાઈ તથા હોસ્પીટલના અન્ય સ્ટાફ અને હરિ ભકતો હાજર રહેલ હતા. આ હોસ્પીટલમાં ગાયનેક વિભાગ, જનરલ ઓપીડી, ડેન્ટલ વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, બાળકોનો વિભાગ વગેરે કાર્યરત છે. હોસ્પીટલમાં ગર્ભાશયની કોથળી, એપેન્ડીક્ષ, સારણ ગાંઠ, પીતાશયની પથરી, ગર્ભાશયની ગાંઠ, નળીમાં રહેલ પ્રેગનન્સી, અંડાશયની ગાંઠ, હરસ, મસા, ભગંદર (ક્ષાર સુત્રથી) વગેરેના ઓપરેશનો રાજકોટના નામાંકિત ડોકટરો દ્વારા ટોકનદરે કરવામાં આવે છે.  દર્દીઓ સાથે આવેલા લોકોની રહેવા-જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. જરૂરીયાતમંદોને તબીબી સેવાનો લાભ લેવા પ્રમુખ નીતિન ઢાંકેચાએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે મો. ૯૦૯૯૯ ૯૯૬૨૩ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(12:06 pm IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST