Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભાવનગરના દિહોર SBI ના કર્મી વિરુદ્ઘ બેંંકમાં રહેલા પુરાવા એકઠા કરાશે

બેંંકની રકમ ની ઉચાપત કરી જે લોકોને રૂપિયા આપ્યા છે તેમની પણ થશે પૂછપરછ

ભાવનગર તા.૧૨:ભાવનગર જિલ્લાનાતળાજા ના દિહોર ગામે આવેલ એસ.બી.આઈ બેંક ના કેશિયર એ ઓગણીસ લાખથી વધુની ઉચાપત ની મેનેજર ની ફરિયાદ બાદ તળાજા પોલીસ આરોપી વિરુદ્ઘ સીસીટીવી કેમેરા ફૂટેજ અને બેંકમાં રહેલ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરશે.

તળાજા ઈન્ચાર્જ પો.ઇ. ગઢવી દ્વારા દિહોર બેંક ના મેનેજર ની કેશિયર જતીન ચૌહાણ વિરુદ્ઘ ૧૯.૭૯લાખ ની રકમ ની ઉચાપત ની ફરિયાદ નોંધ્યા બાદ હવે તપાસ નો ધમધમાટ શરૂ થશે. જેમાં જતીન એ પોતાની તબિયત લથડતા હોવાના કરેલા નાટક અને ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બેંક ના અન્ય કર્મચારી ને કેશિયર નું કામ સોંપવામાં આવતા સાંજે જતીન ચૌહાણની કરતૂત સામે આવી હતી.

જેને લઈ બેંક દ્વારા તળાજા પોલિસને ફરિયાદ આપવા સમયે દસ્તાવેજી પુરાવા આપ્યા હતા. જેમાં આવનાર દિવસો માં હજુ સીસીટીવી કેમેરા,હાજરી પત્રક સહિત ની વસ્તુઓ સાયોગિક પુરાવા માટે કબ્જે લેવામાં આવશે.

એ ઉપરાંત જતીન માથે દેવું થઈ જવાની વાત છે ત્યારે તળાજા પોલીસ જે લોકોને રૂપિયા ઉચાપત કરેલ નાણાંમાંથી ચૂકવ્યા હશે તે લોકોની પણ પૂછ પરછ કરવામાં આવશે અને તેને સાહેદ .તરીકે જોડવામાં આવશે.

પોલીસે જણાવ્યું હતુંકે બેંક કર્મચારી દ્વારા આ પ્રકારની ઉચાપત કરવી લોકોના રૂપિયા ની તેના માટે આઈ પી સી કલમ ૪૦૯ મુજબ ગુન્હો બને છે તેમાં જામીન મળવા મુશ્કેલ અને મોટી સજાની જોગવાઈ છે.

એટલુંજ નહિ આ પ્રકાર ના કેસમાં બેંક દ્વારાજ ઉચાપત ના દસ્તાવેજી પૂરતા પુરાવા આપવામાં આવે છે.(૨૨.૧૨)

(12:02 pm IST)