Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મીઠાપુર અને સુરજકરાડીમાં ઢોરનો ત્રાસ

 મીઠાપુર : સુરજકરાડી અને સોસાયટી વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય જાહેરમાર્ગો પર માનવી કરતા ઢોરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. માર્ગો પરથી અસંખ્ય વાહનો તેમજ શાળાએ જતા નાના બાળકો પસાર થતા હોય અતિગંભીર બાબત હોવા છતા કોઇ તંત્ર કંઇ કામ કરતુ નથી. જાહેરમાર્ગો પર ઢોરો બેસવાના કારણે ટ્રાફીક જામ થવા ઉપરાંત રાહદારીઓ અને વેપારીઓને પણ ઘણીબધી હાલાકીઓનો સામનો કરવો પડે છે હવે આ ઢોરો પાંજરે પુરાશે કે કેમ તે પ્રજાએ જ ભોગવવાનો વારો આવશે ? તે પ્રશ્ન પૂછાય રહેલ છે. રખડતા ઢોરની તસ્વીર. (તસ્વીર : દિવ્યેશ એચ.જટાણીયા, મીઠાપુર)

(12:01 pm IST)