Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમીપુર ડેમના દરવાજા તાકીદે બંધ કરી વહી જતુ પાણી અટકાવવા કાંધલભાઇ જાડેજાની મુખ્યમંત્રીને રજુઆત

ખેડુતોની વ્યથા સાંભળ્યા બાદ દરવાજા ખોલી નાખ્યા : તંત્રની બેદરકારીથી ખેડુતોને લાખોનુ નુકશાન

પોરબંદરતા.૧૨:  જિલ્લાના કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમા અંદરના ગાળામાં આવેલ અમીપુર ગામેના અમીપુર ડેમમાંથી ઘેડ વિસ્તારના અમીપુર સહિતના આજુબાજુના ૧૦ થી ૧ર ગામડાંઓની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ એશિયા ખંડમાં પ્રથમ હરોળનો કહી શકાય એવો માટીનો મોટો અમીપુ્ર ડેમની નોંધ  અગાઉ કોન બનેગા કરોડપતિ અમીતાભ બચ્ચનના કેબીસીના કાર્યક્રમમાં પણ ગુંજયો હતો. ત્યારે આવા   આ અમીપુરની ડેમની હાલત આજે તંત્રવાહકોની ઘોર લાપરવાહી અને બેદરકારીના પરિણામે અતિશય જજરીત છે.જેના કારણે આ ડેમના ક્રાઈટ એરિયામાં આવતાં ગામડાઓના લોકોને દર વર્ષ ચોમાસા દરમ્યાન આ મહાકાય ડેમમાં પાણી નો સંગ્રહ ન થાય અને થાય તો તંત્રવહકોના પ્રતાપે વરસાદી પાણી ગેટની હાલત દયનીય બની ગઈ હોય ત્યાંથી હજારો ગેલન પાણી વેડફાઈ જતું હોય છે. અને આ બાબતે અવાર નવાર આ વિસ્તાના ખેડ્તોએ રજુઆતો કરી હોવા છતાં  કાર્યક્ષેત્રના કચેરીના અધિકારીઓ ગણકારતા નથી. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ  રૂપાણી,સોરાષ્ટ્ર કચ્છ સિંચાઈ યોજનાના સચિવ ગાંધીનગર તેમજ પોરબંદરના કલેકટરને પત્ર પાઠવી ડેમના જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા અને ખેલાવામાં આવેલા દરવાજા તાત્કાલીક બંધ કરાવડાવવા ખાસ ભલામણ કરી છે.

કુતિયાણા તાલુકાના અમીપુર ગામે એશિયા ખંડમાં સૌથી મોટો એવો માટીનો ડેમ ઓણ સાલ જર્જરીત હાલતમાં હોવા છતાં ઉપરવાસ વરસાદ વધુ હોય તે વરસાદી પાણી આ અમીપુર ડેમાં આવતાં અને અમીપુર ડેમની સંગ્રહની કેપેસીટી કરતાં વધુ પાણી આવતાં છલોછલ ભરાઈ ગયેલ.ત્યારે ક્ષાર અંકુશ વિભાગ પોરબંદરના  તથા કુતિયાણા ની  બેદરકારી અને લાપવાહીના કારણે આ ડેમના દરવાજાની મરામત કરી ન હોય ડેમ ઓવરફ્લો થવાની ભીતી હોય,જયારે બીજી બાજુ આ ડેમના ક્રાઈટ એરિયાના ખેડુતોએ ડેમના દરવાજાના ન ખોલવા ની મનાઈ કરી હોવા છતાં ડેમની જર્જરિત પરિસ્થિતિ બહાર ના આવે અને પોતાની પોલ ના ખુલે તે માટે અમીપુરના ઈમરજન્સી ના ૩ દરવાજા ખોલી નાખેલ.પરંતુ આ દરવાજાની દરકાર ક્યારેય લીધી ન હોય દરવાજા ખોલ્યા તો ખરા પણ...ડેમની ક્ષમતા પ્રમાણેનું પાણી રહેતા ફરી ખોલેલા ૩ દરવાજા બંધ કરવાની નોબત ઉભી થયેલી.પરંતુ તેમાનો એક દરવાજો ખોલ્યા પછી બંધ થતો નથી જે બે દિવસથી બંધ ન થવાના કારણે ડેમમાં સંગ્રહ થયેલા પાણીમાંથી લાખો લીટર વરસાદી પાણી દરિયામાં તંત્રવાહકોની બેદરકારીના પરિણામે વહી જાય છે. આ ડેમના કાર્યક્ષેત્રના ે  જવાબદાર  ઘોર બેદરકારની લીધે આ ડેમના ૧૦થી ૧ર ગામડાઓની હજારો એકર જમીનને મળવુ જોઈતું સિંચાઈનું પાણી નહી મળવાથી ખેડુતોને લાખો રૂપિયની નુકશાની વેઠવી પડે તેવી પરિસ્થિતી નું નિર્માણ થયેલ છે. ત્યારે આ અમીપુરના ડેમના દરવાજા તાત્કાલિક બંધ કરી ડેમમાંથી ખોટુ વહી જતું પાણી અટકાવવા તથા આ ડેમના જવાબદાર પોરબંદર ક્ષાર અંકુશ વિભાગના  તથા કુતિયાણાના  નાયબ ઈજનેર વિરૂધ્ધ તપાસ કરી તાત્કાલિક અને યોગ્ય પગલા ભરવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ   મુખ્ય મંત્રી સહિત સંબંધિત ખાતાઓમાં તેમન  ે ખાસ રજુઆત કરી છે.

 

(11:59 am IST)