Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉનાઃ કોઠારીયા નેસનો માલધારી નદીમાં તણાય ગયા બાદ લાશ મળી

ઉના તા. ૧ર :.. ગીર ગઢડા તાલુકાનાં કોઠારીયા નેસનાં માલધારી નદીમાં તણાઇ ગયેલ તંત્ર એ ર૪ કલાકની મહેનત બાદ મૃતદેહ મળી આવતા પી. એમ. માટે ખસેડાયો છે.

ગીરગઢડા તાલુકાનાં જંગલ વિસ્તાર કોઠારીયા નેસનાં માલધારી મંગળુભાઇ સાદુલભાઇ વણઝરર ઉ.૩ર વાળો કોઠારીયા નેસનાં બરવાડા તથા નાલીય નદીમાં નદી પસાર કરતી વખતે પાણીનો પ્રવાહ વધતાં તણાઇ ગયો હતો. જેને શોધખોળ કરવા ગીરગઢડાના મામલતદાર એચ. આર. કોરડીયા, એનડીઆરએફ ટીમ, તાલુકા વિકાસ અધિકારી ત્થા સ્થાનીક તરવૈયા યુવાનોએ શોધખોળ કરતા પાણીનો પ્રવાહ ઓછો થતાં ૧ કિ. મી. દુર નાલીયા નદી ચેક ડેમમાંથી મળી આવતા બહાર કાઢી તેના પરિવારને ઓળખ કરાવી પી. એમ. માટે ગીરગઢડા હોસ્પીટલે ખસેડેલ છે. માલધારી  પરીવારનો યુવાન ડુબીને મૃત્યુ પામતા ભાંગી પડેલ હતો તેમના પરિવારને વહેલી તકે સરકારી આર્થિક સહાય સુવિધા મામલતદારે  કલેકટરને પત્ર લખી વિનંતી કરી છે. (પ-૧૭)

(11:52 am IST)