Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉનામાં હત્યાનો બદલો લેવા જુલૂસમાં ફાયરિંગ કરેલઃ ૧૩ શખ્સો સામે ગુન્હો નોંધાયો

 ઉના તા. ૧ર :..  મોહર્રમના જુલૂસમાં ફાયરીંગમાં પ વ્યકિત ઘવાયેલ હતી અને આરોપી નાસી ગયેલ હતા બીજે દિવસે ફાયરીંગ અંગે સોહિલ કાસમ જોકીયાએ પોલીસ ફરીયાદ નોંધાવતા ૧૩ શખ્સો સામે ગુન્હો નોંધી તેમને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અગાઉ હત્યાનો પ્રયાસ થયેલ તે અંગે બદલો લેવા આરોપીઓએ ફાયરીંગ કર્યાનું  ફરીયાદમાં જણાવેલ હતું.

લુહાર ચોકમાં તાજીયા જૂલુસમાં ફાયરીંગમાં છ ઘવાયા હતા તેમાં ઉના પોલીસ સ્ટેશનમાં આ મામલે સોહીલ કાસમ જોકીયા ઉ.ર૧ રે. ઉનાની ફરીયાદ પરથી હાજી ઇકબાલ હાજી ઉસ્માન, રિયાઝ રફીક કાસમાણી, નવાઝ રફીક કાસમાણી એજાઝ  રફીક કાસમાણી, રફીક અદરેમાન કાસમાણી, જીસાન ઉર્ફે અબાડો મુકનાર મકરાણી, હુસેન ઉર્ફે માકો મુસા ભીસ્તી, ગુલાબબાપુ, ફકીર પાન વાળા, ફીરોઝ મુસા ભીસ્તી, અકિલશા બાવેશા ફકીર, મોઇન મન્સુર મન્સુરી, ઇસ્માઇલ, મુસા મેમણ, નઇમ ઉર્ફે બાડીયા રફીક ઉર્ફે અબ્બા સૈયદ રે. ઉના નામના શખ્સો સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ સહિત કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

ગેરકાયદે મંડળી રચી જીવલેણ રીવોલ્વર કે તમંચા જેવા હથીયારો ધારણ કરી ફરી તથા સાહેદો પર ફાયરીંગ કરેલ ફરીને તથા સાહેદ મુસ્તાકભાઇને ગંભીર જીવલેણ ઇજા કરી તેમજ તાજીયા જોવા આવે સાહેદ હનીફભાઇ તથા સાહેદ સગીરાબેન તથા અપાનને ઇજાઓ કરી તેમજ ગાળો આપી ઢીકાપટુથી માર મારી હથીબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ છે તપાસ પી. આઇ. ઇન્ચાર્જ એ. એમ. બાબી ચલાવી રહેલ છે.

આરોપીઓ પકડાયા નથી. સાત વર્ષ પહેલા રમઝાન માસમાં હત્યા થયેલ તેનો બદલો લેવા આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

(11:51 am IST)