Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગોંડલમાં લ્યુના રોડ નીચે ઉતરી જતા પ્રૌઢ કેશુભાઈ શીંગાળાનું મોત

રાજકોટ, તા. ૧૨ :. ગોંડલમાં ઉમવાડા ચોકડી પાસે હાઈવે પર લ્યુના રોડ નીચે ઉતરી જતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં રમાનાથ ધામ પાસે રહેતા અને કડીયાકામ કરતા કેશુભાઈ મનજીભાઈ શીંગાળા (ઉ.વ. ૫૦) પોતાનું લ્યુના નં. જીજે-૩ એમએમ ૬૮૩ લઈ જતા હતા ત્યારે ઉમવાડા ચોકડી પાસે હાઈવે પરથી લ્યુના નીચે ઉતરી જતા પટકાતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું.

બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઈએ પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા રાઈટર ધનુભાએ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)