Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જુનાગઢના કારખાનેદારનું અપહરણ, કારની લૂંટ ચલાવી, ખંડણી માંગી

ર૦ થી રપ વર્ષના ત્રણ શખ્સો સામે પોલીસ ફરીયાદ : અપહરણકારો તાલુકા પોલીસના હાથવેંતમાં

જૂનાગઢ, તા. ૧ર : જુનાગઢના એક કારખાનેદારનું સાંજે અપહરણ થતાં સનસનાટી મચી ગઇ હતી. જો કે અપહરણકારો પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના રાયજી બાગમાં રહેતા અને સોડા બનાવવાનું કારખાનું ધરાવતા લોહાણા જીતેનભાઇ જયંતીભાઇ સંઘાણી (ઉ.વ.૪૭)નું ગઇકાલે સાંજે જુનાગઢ પાસે ધોરાજી રોડ રેલ્વે ફાટકની પાસે આવેલ મંદિરની પાસેથી અપહરણ થયેલ.

ર૦થી રપ વર્ષની ઉંમરના પાતળા બાંધાના ત્રણ અજાણ્યા શખસો જીતેનભાઇની રૂ.પાંચ લાખની કિંમતની જીજે-૧૧-એએસ-૪૮૦૦ નંબરની કારની લૂંટ ચલાવીને જીતેનભાઇને ઉઠાવી ગયા હતાં.

બાદમાં આ કારખાનેદારને જીવતા મુકત કરવા માટે અપહરણકારોએ પરિવાર પાસે રૂ. પાંચ લાખની ખંડણીની માંગણી કરી હતી.  આ અંગેની જાણ થતાં એસ.પી. સૌરભ સિંઘની સુચનાથી ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે તાલુકા પી.એસ.આઇ. જે.પી. ગોંસાઇ હાથ ધરી હતી.

આ મતલબની ફરિયાદ કારખાનેદાર જીતેન સંઘાણીના ભાઇ પરેશભાઇએ નોંધાવતા તાલુકા પોલીસે કલમ ૩૬૪(એ), ૩૯પ, ૩૯ર અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.  જા કે, લોહાણા યુવાનું અપહરણ કરનારા શખ્સો પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

(11:33 am IST)