Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હળવદનાં વેગડવાવ બાદ આજે બીજા દિવસે લીલાપુરમાં શંકાસ્પદ વસ્તુ મળતા કુતુહલ

શંકાસ્પદ વસ્તુ પર ઇન્ડિયન મેટ્રો લોજિક ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ છે : મામલતદાર

હળવદ,તા.૧૧: હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં બે દિવસથી આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડી રહી છે.જેમાં ગઈકાલે હળવદ તાલુકાના વેગડવાડ ગામ બાદ આજે હળવદ તાલુકાના લીલાપુર ગામે આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તેમણે આ બનાવ અંગે હળવદ પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેના પગલે હળવદ પોલીસ સ્ટાફ અને મામલતદારની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા હળવદ તાલુકાના લીલાપુર ગામે એસ્ટ્રોન પેપરમિલના કારખાના નજીક બે થોર્મોકોલની પેટી અને હવામાન વિભાગ દ્વારા હવામાં તરતા ફુગ્ગો મળી આવ્યો હતો.પ્રથમીક તપાસમાં ગઇકાલ જેવી જ આ વસ્તુઓ મળી આવતા હવામાન વિભાગની કોઈ સંશોધન માટેની આકાશમાં તરતી વસ્તુઓ અહીં પડી હોવાનું અનુમાન છે.જોકે આ બાબત જરાય ચિતાનો વિષય નથી.પણ સતત બીજા દિવસે આકાશમાંથી વસ્તુઓ પડતા સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળી ગયું છે.જોકે ગઇકાલની દ્યટના સંદર્ભે હળવદ પોલીસે નોંધ કરીને એફએસએલની તપાસ માટે મદદ લીધી છે હજુ આ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી ત્યારે વધુ એક જગ્યાએ આકાશમાંથી વસ્તુઓ પડતા ફરી એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.જોકે આકાશમાંથી હવામાન વિભાગની વસ્તુઓ શુ કામ અહીં પડે છે તે બાબતે હજુ રહસ્ય ધુટાઈ રહ્યું છે.હાલ પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે સદ્યન તપાસ કરી રહી છે.હળવદ તાલુકાના લીલાપર નજીક મળી આવે બે થર્મોકોલના બોકસ સાથે એક ટેમ્પ્લેટ પણ મળી આવ્યું હતું જેના પર ઇન્ડિયન મેટ્રો લોજિક ડિપાર્ટમેન્ટ નો ઉલ્લેખ કરેલ હોય જેવી આ યંત્ર કોઈ હવામાન વિભાગનો હોવાનું હળવદ મામલતદાર વી.કે સોલંકીએ જણાવ્યું હતું.

(4:18 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST