Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિંછીયાના મોટા કંધેવાડીયા ગામની સીમમાં જુગાર રમતા ૯ પકડાયા

રાજકોટ તા.૧૧: વિંછીયા તાલુકાના મોટા કંધેવાળિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને રૂ.૪૮૩૪૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

વિંછીયા તાલુકાના મોટા કધેવાળીયા ગામના બાપાસીતારામ ઓટા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧)જગુ જીવાભાઇ ખાચર રહે દડલી, (૨)જેશીંગ ઉર્ફે નનકા રાણાભાઇ રાઠોડ કમળાપુર તા.જસદણ (૩)ભાભલુ મોતીભાઇ ખાચર રહે. ચોટિલા, (૪)કાળુ ખોડાભાઇ ગીડા રહે. કાનીપાડ, તા.બોટાદ (૫)ઇશ્વર કનુભાઇ ધાંધલ રહે. પાળિયાદ, (૬)ખોડા આંબાભાઇ દુધરેજીયા રહે.કમળાપુર, તા.જસદણ (૭)જેતી નાથાભાઇ જાડા રહે.મોટા હડમીતાયા, તા.જસદણ (૮)રસીક અંબારામભાઇ મેરજા રે.રૂપાવટી તા.વિંછીયા તથા (૯)વીજય જુગાભાઇ વાલાણી રહે મોટા કંધેવાળીયાને રોકડી રૂ.૪૮૩૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં વિંછીયા પોલીસના જીલુભાઇ વલ્લભભાઇ ઠાકરશીભાઇ ગોપાલભાઇ તથા શ્રીધરભાઇ વિગેરે જોડાયા હતા.

(11:46 am IST)