Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કરબલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પિતઃ મોડી રાત્રે તાજીયા વિસર્જન થયુ

મહોર્રમ માસમાં આ વખતે પ્રથમવાર વરસાદી માહોલ રહેતા તાજીયાના માતમમાં 'ડોમ'બનાવાયાઃ અનેક સ્થળોએ ચાલુ વરસાદે પણ જુલુસ - નિયાઝ ચાલુ રહ્યાઃ હિન્દુ મુસ્લીમો ભાવ-વિભોર

ગોંડલમાં તાજીયા :.. ગોંડલમાં તાજીયા નીકળ્યા હતા જે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા.૧૧: છેલ્લા દસ દિવસથી જેની ઉજવણી થઇ રહી હતી તે મહોર્રમ માસમાં અતિ મહત્વનો મહિમાં ધરાવતો ૧૦મી મોર્રમનો દિવસ એટલે કે 'આશૂરા'નો પર્વ ગઇકાલે  શોકમય રીતે મુસ્લીમ સમાજમાં મનાવાયો હતો.

આ આશૂરા પર્વ નિમિત્તે ખાસ કરીને  આ મહોર્રમ માસમાં બનેલા તાજીયાઓ ગઇકાલે પડમાં આવી જે તે રૂટો ઉપર જુલુસ રૂપે ફર્યા હતા. અને ગઇ મોડી રાતે વિસર્જન પામ્યા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગામેગામ કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવ્યા હતા. જે બે દિ'ફરીને ગઇ રાતે વિસર્જીત પામ્યા હતા. એ સાથે સર્વત્ર કરબલાના શહિદોની સ્મૃતિમાં ભરપૂર ન્યાઝ -પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેનો હિન્દુ - મુસ્લીમ સમાજે એક સાથે લાભ લેતા ભાઇચારાની ભાવના જોવા મળી હતી.

ખાસ તો એ કે, આ વખતે મહોર્રમ માસમાં પ્રથમ જ વાર વરસાદી માહોલ સતત રહેવા પામ્યો હતો. આમ છતા તાજીયાના સંચાલકોએ માતમ સ્થળે મોટા ડોમ બનાવી લીધા હતા. અને માતમમાં પણ તાજીયા ઢાકીને રાખી  વરસાદથી બચાવ્યા હતા.

આટકોટ પોલીસ સ્ટાફની સરસ કામગીરી  બદલ મુસ્લિમ સમાજે સન્માન કર્યુ

જસદણ, તા.૧૧: મોહરમ પર્વઙ્ગ આટકોટ ખાતે મુસ્લિમ સમાંજે ઉજવ્યું હતું

મુસ્લિમ સમાજ દ્વારા તેમજ હુસેની કમિટી ઝીલાની કમિટી અને નિઝામી યંગ કમિટી દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવ્યા હતા અને તાજીયાના દર્શન કરવા હિન્દૂ મુસ્લિમ જ્ઞાતિના લોકો  ઉપસ્થિત રહયા હતા.

વિશાળ ઝુલુસ સાથે બહોળી સંખ્યા માં લોકો ની હાજરી અને વરસાદ વચ્ચે પણ આટકોટ પોલીસ સ્ટાફે સુંદર કામગીરી બજાવેલ.  જે બદલ પી એસ આઈ શ્રી મેંતા તેમજ જમાદાર રદ્યુભાઈનું  બસીરભાઈ હોથી.જાનીભાઈ સંધી.અલારખભાઈ પરમાર.અલ્લાઉદીન ફોગ. જાવીદ જુનેજા.સિકંદર સંધી.આરીફ તેરવાડિયા.રહીમ પઠાણ.તોફિક. સલીમ.સહિત નાએ સાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા છબીલો બનાવી ઠેર ઠેર ન્યાઝ ના પોગ્રામ કરેલ હતા આજુબાજુ ગામના મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST