Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મોટી પાનેલીમાં રાત્રે એક ઇંચ ડેમની સપાટી છેતાલીસ ફુટ થઇ હજુ સાત ફુટ અધુરો

મોટી પાનેલી તા. ૧૧ :.. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રાત્રીના પોણા ત્રણથી ચારની વચ્ચે એક ઇંચ કરતા વધુ વરસાદ આવેલ હજુ પણ વાતાવરણ કાળું ડિબાંગ છે પાનેલીના ડેમની સપાટી હાલ છેતાલીસ ફુટે પહોંચી છે ગુજરાતભરના ડેમ ઓવરફલો થઇ ગયેલ છે ત્યારે પાનેલીનો ડેમ હજુ પણ અધુરો છે હજુ સાત ફુટ ડેમ અધુરો હોય ખેડૂતો આશા માંડી ને બેઠા છે

(11:19 am IST)