Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાણપુરનો સુખભાદર ડેમ ઓવરફલો: ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલાયા

-નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા : રાણપુરની પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે

 

બોટાદ જીલ્લાના રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ(ભડલા ડેમ)ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે ઓવર ફ્લો થતા ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલવામાં આવ્યા છે.જ્યારે ઘણા વર્ષ પછી સુખભાદર ડેમ ઓવર ફ્લો થયા લોકો માં ખુશી નું મોજુ ફળી વળ્યુ હતુ

   .તંત્ર દ્વારા સુખભાદર ડેમથી નિચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉમરાળા, અલમપુર, રાણપુર, કનારા, નાગનેશ, દેવળીયા જેવા નદી કાંઠાના ગામો ને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે.ઘણા સમય બાદ ફરી એકવાર સુખભાદર ડેમ(ભડલા ડેમ)ઓવર ફ્લો થતા રાણપુર શહેરમાં સર્જાતી પીવાના પાણીની સમસ્યા નો અંત આવશે તેવી રાણપુર શહેરના લોકો ને આશા બંધાણી છે.

(12:40 am IST)
  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST