Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મોરબીમાં ગમતા યુવક સાથે સગપણની ના આવતા યુવતીએ ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ વિસ્તારમાં રહેતી એક સગીર વયની યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાતા તેણીને સારવાર માટે લઇ જવામાં આવેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-કંડલા બાયપાસ હાઈવે ઉપર દલવાડી હોટલ નજીક પચ્ચીસ વારિયામાં રહેતી રજનીબેન શજેશભાઈ અઘારીયા નામની સતર વર્ષની સગીરવયની યુવતીએ કોઈ અંગત કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેનો જીવ બચી જતાં તેણીને બેભાન હ્મલતમાં સારવાર માહે અહીંની આયુષ હોસ્પિટલે લઇ જવાયેલ છે.મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી છે જેની તપાસ એચ.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.તેઓના જણાવ્યા મુજબ ભોગ બનનાર રજનીબેનના મોઢા બહેનના જેઠનો દિકશે રજનીબેનને તેમજ તેણીના પરિવારને સગપણ માટે પસંદ હતો પરંતુ સામેથી ના આવતા તે વાતનું માઠુ લાગી આવતા રજનીબેને આ પગલું ભર્યું હતુ..!

યુવાનનું ડુબી જતા મોત

મોરબીના વાંકાનેર તાલુકાના અમરસર ગામનો રહેવાસી દેવશીભાઇ રમેશભાઈ દેગામા (ઉંમર વર્ષ ર૩) નામનો યુવાન ગઈકાલ તા.૯ ના શેજ બપોરે એકાદ વાગે તીથવા ગામ નજીક આવેલ આસોઇ નદીમાં ન્હાવા માટે પડ્યો હતો ત્યારે કોઈ કારણોસર નદીમાં ડબી જતાં તેની શોધખોળ કરવામાં આવતા છેવટે દેવશી દેગામાનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ શરૃ કરી છે.

મજૂર યુવાનનું મોત

મોરબીના શનાળા ગામે મજુરી કામ દરમિયાન મજૂરનું મોત નિપજયાનું જાણવા મળેલ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા ગામે સરદાર ડમ્પર સામે મકાનની દીવાલમાં બ્રેકર વડે હોલ કરતી સમયે પડી જવાથી રૃસ્માલભાઈ બીધીયાભાઇ ડામોર (ઉમર ર૫) રહે.ઉમિયાસર્કલ પાસે મોરબી નામના મજુર યુવાનનું મોત નીપજ્યું છે. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી છે. જેની તપાસ નાગદાનભાઇ ઇશરાણી ચલાવી રહ્યા છે.

(6:17 pm IST)
  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST