Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરીઃહવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ

હળવદ તા.૧૦: તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજે વહેલી સવારના ઉપર આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હતી.આ વસ્તુઓ ધ્યાને આવતા ખેતરમાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં આ વસ્તુ પડયાની ગ્રામજનોને પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને આ વસ્તુઓ અંગે તપાસ કરી હતી. પોલીસ અને મામલતદારની ટીમની તપાસમાં   ખેતરમાં પડેલી આ વસ્તુઓમાં એક કેમેરો, એક સર્કિટ, બે થર્મોકોલના બે બોકસ, ફુગ્ગો જોવા મળ્યા હતા. આ ફુગ્ગો હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવો હતો.આથી આ તમામ વસ્તુઓ હવામાન વિભાગના માપક યંત્રની હોવાનું હાલ પ્રાથમિક તારણ નીકળ્યું છે.હવામાન વિભાગની જ આ વસ્તુઓ નીકળતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.જોકે હાલ હળવદ પોલીસ અને મામલતદારે આ બાબતે હવામાન વિભાગને જાણ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)
  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST