Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જામજોધપુરના રાણીયારા નેશમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો :1830 લીટર આથો સહીતનો મુદામાલ જપ્ત ;આરોપી ફરાર

જામજોધપુર તાલુકાના રાણીયારા નેશમાથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે જ્યાંથી ૧૮૩૦ લીટર આથો તેમજ દારૂ બનાવવાના સાધનો મળી કુલ ૬૫૬0 નો મુદામાલ જામનગર એલસીબીએ જપ્ત કર્યો છે જોકે ભઠ્ઠી ચલાવનારા ફરાર થઇ ગયા હતા

  જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચના તથા એલ.સી.બી,પીઆઇ આર.. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફએ જામજોધપુર તાલુકા વિસ્તારમાં પ્રોહી, જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતાદરમ્યાન એલ.સી.બીના કમલેશભાઇ રબારી તથા મિતેશભાઈ કે.પટેલને બાતમી મળેલ કે જામજોધપુર તાલુકાના રાણી યારા નેશમાં રહેતા કારા ગાંગા મોરી,તથા ભીખા અમારા હુણ રબારી રાણીયા નેશના ડુંગરામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે તે બાતમીના આધારે રેઈડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1830 અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ 6560નો મુદામાલ મળી આવતા મજકુર બને રેઇડ દરમિયાન અંશી જતા આરોપીઓ વિરૂધ્ધ પો;કોન્સ,નિર્મળસિંહ બી, જાડેજાની ફરીયાદ આધારે ,એસ. આઈ.વશરામણાઈ જી, આહીર પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરી શરૂ કરેલ છે.

  કાર્યવાહી પો,ઇન્સ,,આર,ડોડીયાની સૂચનાથી પીએસઆઇ વી.વી.વાગડીયા કે.કે.ગોહીલ તથા એલ સી,બી, સ્ટાફના જયુભા ઝાલા,વસરામભાઈ આહીર, હરપાલસિંહ સોઢા,ભરતભાઈ પટેલ ,નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા,હરદિપભાઇ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઈ પટેલ,નિર્મલસિંહ એસ,જાડેજાબલવંતસિંહ પરમાર, લક્ષ્મણભાઇ ભાટીયા,દિનેશભાઇ ગોહિલ,સુરેશભાઈ માલકિયા.,બી.જાડેજા,અરવિંદગિરી સહિતના જોડયા હતા

(10:19 pm IST)