Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

માળીયા હાટીનાના બોડી ગામે ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ પકડાયું

૪ જુગારી રૂ. ૯૧ હજારનાં મુદામાલ સાથે ઝબ્બે

જુનાગઢ, તા., ૧રઃ માળીયા હાટીના તાલુકાના બોડી ગામનો રમેશ નારણ માખણસા-પટેલ તેના ખેતરની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસ.આર. બલાતે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં ખેતર માલીક રમેશ નારણ તેમજ કુકસવાડાનો પ્રવીણ માલાભાઇ ધારેચા, તરસીંગડાનો હુસેન ઇકબાલ બ્લોચ અને માળીયાનો અમીન દાઉદ બ્લોચને પોલીસે રૂ.૨૮૫૦૦ ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ૪ મોબાઇલ ફોન અને ૩ મોટર સાયકલ સહિત કુલ રૂ. ૯૧૫૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:42 pm IST)