Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મોરબીથી હળવદ ૪૫ કિ.મી. અંતરમાં ૪૫ સ્પીડ બ્રેકરોઃ એસ.ટી.બસ મોડી પહોંચે

મોરબી તા. ૧૨: મોરબીથી હળવદનુ પીસતાલીસ કી.મી.નુ અંતર છે પણ આ અંતર કાપવામા દોઢ કલાક જેટલો સમય લાગે છે. કારણ કે આ રસ્તા ઉપર અસંખ્ય બંપ મુકેલ છે. કા.કે. આ રસ્તા ઉપર અસંખ્ય બંપ મુકેલ છે. અને બંપ એટલા ઉંચા બનાવવામા આવે છે. નાના ફોરવીલને પણ નુકશાન થાય છે. જેથી મોરબી અમદાવાદ જતા આશરે હળવદ પહોચતા દોઢ કલાક જેટલો સમય થાય છે.

મુસાફર જનતા હોસ્પિટલ કે કોર્ટ કચેરીમાં સમયસર પહોંચી શકતા નથી જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ને વાહનમા બળતણનો વ્યય થાય છે. આવા સ્પીડ બ્રેકરથી ઘણા એકસીડન્ટ થાય છે. કારણ કે સ્પીડ બ્રેકરની નીશાની હોતી નથી. જેથી વાહન ચાલક સ્પીડ બ્રેકર પાસેે પહોંચે ત્યારે તેને ખ્યાલ આવે છે. કે સ્પીડ બ્રેકર છે. ફકત સ્કુલ અથવા હોસ્પિટલ પાસે સ્પીડ બ્રેકર બનાવવાના હોય છે. પરંતુ આવા આડેધડ સ્પીડ બેકર બનાવી મુસાફર વાહન ચાલકને ત્રાસ આપવો વ્યાજબી નથી. જેથી મકાન અને માર્ગ વિભાગે સર્વે કરીને આ સ્પીડ બેકરનો નાશ કરવો જોઇએ જેથી નાના અકસ્માતો અટકે સતાવાળા આ બાબતે વહેલી તકે યોગ્ય કરે તેવી અગ્રણી પી.પી.જોષીએ માંગણી કરી છે.(૧૧.૫)

(12:29 pm IST)