Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઉના પાસે ૨ બાઈક સામસામે અથડાતા ૨ ઘવાયા

ઉના, તા. ૧૨ :. કંસારી બાયપાસ રોડ ઉપર ડબલ સવારી મોટર સાયકલને બીજા મોટર સાયકલ ચાલકે ભટકાવતા બે ને ઈજા પહોંચી છે.

ઉના-ધોકડવા રોડ પર કંસારી ગામે ડબલ સવારી મોટર સાયકલ ઉપર જશાભાઈ લાખાભાઈ તથા તેના મિત્ર દલાભાઈ ગુપ્તપ્રયાગના મેળાનો બંદોબસ્ત પુરો કરી જતા હતા ત્યારે ઉના-કંસારી બાયપાસ પાસે એક મોટર સાયકલ નંબર જીજે ૧૧ બીએન ૯૮૦૯ ના ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી, જશાભાઈના મોટર સાયકલ સાથે ભટકાવતા રોડ ઉપર ફંગોળાઈ પડી જતા બન્નેને હાથ, પગ, શરીરના ભાગે ઈજા પહોંચતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ઉના પોલીસમાં મોટર સાયકલ ચાલક સામે અકસ્માત કરી ઈજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

(12:29 pm IST)