Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કુંકાવાવમાં વાતાવરણમાં પલ્ટો થતાં રોગચાળો વકર્યોઃ દવા છંટકાવની માંગણી

કુંકાવાવ, તા.૧૨: હવામાનમાં બદલાવ થતા નાના બાળકો મોટા માણસમાં શરદી-ઉઘરસ જોવા મળી રહ્યા છે. તો મધ્છરની હાજરી જુજ પ્રમાણમાં જોવા મળી રહી છે.

મેલેરીયાની શંકા લોકો સેવી રહ્યા હોય ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા સરકારી સ્કુલો, જાહેર બસ સ્ટેન્ડ, ઘરમાં દવા છંટકાવ કરાવવાની માંગ કરી રહ્યા છે. સરકારી દવાખાનાના કવાટર્સ તેમજથી માલધારીનાં ઝુંપડા સુધી મચ્છરોનો ગણગણાટ અનુભવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.

સરકારી દવાખાનામાં એકસ.રે ટેકનીશ્યન ત્રણ મહિનાની રજા પર હોય તેવુ લોકો જણાવે છે તો તેની જગ્યાએ કોઇ ટેકનીશ્યન મુકવામાં આવે તેમજ દવાખાનામાં ગસીપાટાનો સ્ટોક નીલ હોય તેવી મળતા નથી. જેથી હાડકાને લગતી બિમારીથી લોકોને અન્ય ખાનગી હોસ્પીટલનો સહારો લેવો પડી રહ્યો છે. તો કયારેક રાત્રે દર્દીને સારવાર ન મળવાની વાતો પણ ગ્રામજનોમાં ચર્ચાઇ રહી છે.  બે ડોકટર હોવા છતા એકજ દર્દીઓને દેખાય છે. એક આવે ત્યારે એક જાયના નિયમ પ્રમાણે છે. જે તપાસ ઉચ્ચ કક્ષાથી થાય તેમ લોકો જણાવે છે.(૨૨.૭)

 

(12:22 pm IST)