Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જામનગરમાં પૈસાની ઉઘરાણી કરતા યુવકની હત્યા

રફીક મોહમદ ઘાંચીની હત્યા કરનાર નઝીર ઉર્ફે ગંઢાબાપુ અને અઝરૂ મણીયાર સામે ગુન્હો

જામનગર તા. ૧૨ : અહીં ટીંબાફળીમાં રહેતો યુસુબભાઈ મહમદભાઈ માડકીયા જાતે ઘાંચી ઉ.વ. ૪પ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનો ભાઈ રફીક મહમદભાઈ આ કામેના આરોપી નઝીર ઉર્ફે ગંઢા બાપુ પાસે અઢાર હજાર રૂપિયા માંગતો હોય અને જે રકમની અવાર નવાર માંગણી કરવા છતા આરોપી નઝીર પૈસા આપતો ના હોય જે બાબતેનો ખાર રાખી મોડી રાત્રીના બર્ધન ચોકમાં આવેલ સિંધી માર્કેટની ગોલાઈ પાસે આ કામેના આરોપીઓ નઝીર ઉર્ફે ગંઢાબાપુ અને અઝરૂ મણીયારએ ફરીયાદીના ભાઈને રોકી અઝરૂએ રફીકને પકડી રાખતા નઝીરએ નઝીરને છરી વડે ગંભીર ઈજાઓ કરી જીવલેણ ઘા મારી રફીક મોહમદભાઈ માડકીયા ઉ.વ. ૪૦ નું મોત નિપજાવી નાશી જઈ ગુન્હો કરેલ છે.

લગ્નમાં આવવા–ન આવવા બાબતે બઘડાટીઃ ૬ સામે માર માર્યાની રાવ

જામનગર તાલુકાના નાની ખાવડી ગામે રહેતા હરીભાઈ હરભમભાઈ મોરીએ સિકકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૧ ના રોજ આ કામેના આરોપીઓ રામા સાજણ મોરી, વીરમ લખાભાઈ મોરી, ધીરા સાજણ મોરી, મનસુખ સાજણ મોરી, રાજા વિરમ મોરી, લાખા વિરમ મોરીએ ફરીયાદીના મોટા બાપાની દિકરીના લગ્નમાં આવવા ન આવવા બાબતે માર મારી બોલાચાલી કરી ફરીયાદીના બાપાને માથામાં પાઈપ વડે ઈજા કરી એકબીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

૯ બોટલ દારૂ સાથે  એક શખ્સ ઝડપાયો

સીટી બી ડિવિઝનના જે.ડી.જેઠવાએ તા. ૧ર ના રોજ હાલાર હાઉસ પાસેથી આ કામેના આરોપી રમેશ ઉર્ફે રમલો મેઘજીભાઈ કણઝારીયા ઉ.વ. ર૪ ને ઇગ્લીશ દારૂની ૯ બોટલો કિંમત રૂ. ૪પ૦૦ સાથે નીકળતા ઝડપી પાડયો હતો.

રહેણાંક મકાનેથી ૧ર બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ મથકના એચ.વી.જાડેજાએ તા. ૧ર ના રોજ ગુલાબનગર પોલીસ મથકની પાછળ આવેલ ગફારભાઈ જુલાવાળાની સામે રહેતા તોફીક હુશેનભાઈ પીપરવાડીયા પીંજારાએ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂની ૧ર બોટલો કિંમત રૂ. ૬ હજાર સાથે ઝડપી પાડયો હતો.

મારમાર્યો

સીટી બી-ડિવિઝનના વાય.એ. દરવાડીયાએ તા. ૧ર ના રોજ વિનાયક પાર્ક પાણીના ટાંકાથી આગળ મધુરમ સોસાયટીમાંથી આ કામેના આરોપીઓ શીવા નવરંગભાઈ કપટા ઉ.વ. રપ, હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી ઉ.વ. ર૭, વિકી સંજયભાઈ બરછા ઉ.વ. ર૧, આદિત્ય ઉર્ફે બારોટ દિપકભાઈ ચાંદેસરવા ઉ.વ. ૧૬, અશોકસિંહમ શીવુભા જાડેજા ઉ.વ. રપ વાળાઓએ અગાઉથી પૂર્વ આયોજિત કાવત્રુ રચી લાકડાના ધોકા, તલવાર, લોખંડનો સળીયો તથા પાઈપ તથા ડીસમીસ, છરી, તીક્ષ્ણ ધારદાર હથીયારો ધારણ કરી રોડ ઉપર પસાર થતા વાહનો તથા માણસોને લુંટી લેવા માટે અથવા તો આસપાસના એરીયામાં ધાડ પાવાની તૈયારી કરી એકઠા થતાં પોલીસે તેને ઝડપી પાડયા હતા.(૨૧.૧૧)

 

(12:21 pm IST)