Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભાવનગરમાં સ્‍વાઇનફલુના ર કેસ

ભાવનગર, તા. ૧ર : ભાવનગર શહેરની બજરંગદાસ બાપા હોસ્‍પિટલમાં સ્‍વાઇન ફલુના બે પોઝીટીવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં હજુ શિયાળો શરૂ થયો નથી ત્‍યાં સ્‍વાઇનફલુના પોઝીટીવ કેસ નોંધાયા છે. મળતી વિગતો મુજબ શહેરના નારી ચોકડી વિસ્‍તારમાં સવગુણનગરમાં રહેતા ૬૦ વર્ષીય આઘેડને શહેરની બજરંગદાસબાપા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે અને બોટાદથી ૩૪ વર્ષની યુવાન મહિલાને સ્‍વાઇનફલુના લક્ષણો દેખાતા દાખલ કરવામાં આવેલ. બન્નેના રીપોર્ટ સ્‍વાઇનફલુના પોઝીટીવ આવ્‍યા છે. સ્‍વાઇનફલુના આ દર્દીને હાલમાં વેન્‍ટીલેટર રાખવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

સ્‍વાઇનફલુએ ફુંકાડો મારતા હવે લોકોએ સ્‍વાઇનફલુ સામે સાવધાન રહવું જરૂરી છે તેમ તબીબોએ જણાવ્‍યું છે.

 

(11:43 am IST)