Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઉનામાં સ્વામીનારાયણ મંદિરે કલાત્મક હિંડોળા

ઉનાઃ શેઠવાડામાં ૧૦૨ વર્ષો જુનુ સ્વામી નારાયણ મંદિર આવેલ છે.આ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને પુજેલા લાલજી મહારાજની પ્રસાદીની મુર્તિ ત્યાં સાલીગ્રામ ભગવાન ઉના ગણેશ શેઠ પરીવારને આપેલ તે હજુ મંદિરમાં રાખવામાં આવેલ છે. તે પ્રાચીન મંદિરમાં મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી ઘનશ્યામ મહારાજ,લક્ષ્મીનારાયણ દેવ,ના સાનિધ્યમાં હરીભકતોએ સતત ૧૦ દિવસ મહેનત કરી મોતીનો શણગાર કરી ચલણી સિક્કા ફુલના હિંડોળા બનાવી સ્વામીનારાયપણ ભગવાનની દિવ્ય તેજ વાળી મુર્તિ બેસાડી હિંડોળાના દર્શન ભકતો માટે ખુલ્લી મુકેલ દરરોજ મોટી સંખ્યામાં હરીભકતો ભગવાનને હિંડોળે ઝુલાવી ધન્ય બની રહયા છે. આ હિંડોળાના દર્શન શ્રાવણ વદ-અમાસ સુધી શરૃ રહેશે. શ્રાવકા માસના દરરોજ વિષ્ણુયાગ યજ્ઞ, મહાપુજા, સિધ્ધેશ્વર મહાદેવને રૃદ્રી અભિષક પુજા પણ યોજાઇ રહી છે. લોકો યજમાન બની લાભ લઇ રહયા છે. કલાત્મક હિંડોળા દર્શનની તસ્વીરો.

(12:14 pm IST)