Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબીઃ લીલાપર રોડ પર પરિણીતાનો આપઘાતનો પ્રયાસ કર્યોઃ કારણ અકબંધ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: લીલાપર રોડ નીલકમલ સોસા.ઇન્‍ડીયા ટાઇલ્‍સની સામે રહેતી ૩૦ વર્ષીય ગીતાબેન સોલંકી નામની પરિણીતાએ વારના પાંચ વાગ્‍યાના અરસામાં પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાવાનો પ્રયત્‍નકર્યો હતો. જેની જાણ પરિવારજનોને થતાં તુરંત તેને સારવાર અર્થે આયુષ હોસ્‍પીટલમાં દાખલ કરી હતી. હાલ પરિણીતા સારવાર હેઠળ છે.પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે તેના લગ્ન આજથી ૬ વર્ષ પહેલા જીતેન્‍દ્રભાઇ સોલંકી સાથે થયા હતા.ᅠ હાલ પોલીસે આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(12:48 pm IST)