Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લોધીકા તાલુકાના કોઠા પીપળીયા ગામે દરરોજ ગુંજતા હર હર મહાદેવના નાદ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૧૨ : લોધિકા તાલુકાના કોઠા પીપળીયા ગામમાં આવેલું પૌરાણિક શ્રી પીપળેશ્વર (મહાદેવ) મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્‍તોની ભીડ જામે છે અને શ્રાવણ માસમાં ભોળેનાથને ભાવથી ભજીને ભાવિકો ધન્‍યતા અનુભવી રહ્યા છે ત્‍યારે આ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક માનવામાં આવે છે શ્રી પીપળેશ્વર મહાદેવ પ્રત્‍યે શ્રદ્ધાળુઓમાં અપાર શ્રદ્ધા છે તથા કોઠા પીપળીયા ના શ્રદ્ધાળુઓ આવીને મસ્‍તક ઝુકાવીને ધન્‍યતા અનુભવી રહ્યા છે તેમજ શ્રાવણ મહિનાના દર સોમવારે જયોતિષ શાષાીજી (બ્રાહ્મણ) નિતેશ અદા ભટ્ટ દ્વારા શ્રી પીપેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં કોઠા પીપળીયા ના યજમાનોને પૂજા કરે છે તેમજ યજમાનોને હોમ હવન લઘુરુદ્રી હવન અને ઉચ્‍ચ મંત્રો સાથે પૂજા કરાવે છે.

તેમજ કોઠા પીપળીયાના યુવા અગ્રણીઓ દ્વારા સત્‍સંગ કીર્તન ધૂન મંડળી કરવામાં આવે છે.

ત્‍યારે પટેલ સમાજના યુવા અગ્રણીઓ દિલીપભાઈ ઘિયાળ, જતિનભાઈ રવિભાઈ, અક્ષયભાઈ મોહિતભાઈ કેતનભાઇ જયભાઈ ઉત્તમભાઈ અરવિંદભાઈ પીપરવા દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવને અવ-નવા શૃંગાર કરવામાં આવે છે જેમ કે ફૂલનો શણગાર ફ્રુટનો શણગાર અનાજ કઠોળનો શણગાર અવનવા શૃંગાર સાથે શણગારવામાં આવે છે

ત્‍યારે શ્રાવણ માસ દરમિયાન પશુમાં ચાલતો લમ્‍પી નામનો વાયરસ સામે રક્ષણ મેળવવા ભગવાન મહાદેવ પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને ઉમેશભાઈ વિનુભાઈ ઘિયાળ પશુ ડોક્‍ટર દ્વારા વિના મૂલ્‍ય સેવા કરી રહ્યા છે

તેમજ શાષાી (બ્રાહ્મણ) શ્રી નિતેશ અદા ભટ્ટ દ્વારા લોધિકા તાલુકાના સામાજિક કાર્યકર(લુહાર સમાજના યુવા અગ્રણી) ગૌરવ હંસોરાને મહામૃત્‍યુંજય શ્‍લોક દ્વારા અભિષેક કરાવવામાં આવે છે જયારે આ શ્‍લોકનો મહત્‍વ નીચે મુજબ દર્શાવેલું છે.

મહામૃત્‍યુંજય શ્‍લોકનો સરળ અર્થઃ અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્‍મરણ કરીએ છીએ તમે અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છો જીવન અને મૃત્‍યુના બંધનમાંથી મુક્‍ત થઈને અમૃત તરફ આગળ વધારો શ્રાવણ માસ હિન્‍દુઓનો તહેવાર માનવામાં આવે છે ત્‍યારે ગામના લોકો દ્વારા પોતપોતાની રૂપે ભક્‍તિ ભાવ દર્શાવે છે ત્‍યારે છગનભાઈ ઘિયાળ, મહેશભાઈ ઘાડીયા દ્વારા કોઠા પીપળીયા ગામની અંદર આવેલ સમક્ષ મંદિરમાં દિવેલ દેવામાં આવે છે અને ગરીબ માણસોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે (તસ્‍વીર ગૌરવ હંસોરા)

(10:33 am IST)