Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પોરબંદરમાં કારમાં છૂપાવેલ દારૂની બોટલો સાથે ધરપકડ

પોરબંદર : જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારના વધુમાં વધુ કેસો કરવાની સુચના આપી હતી. જે અનુસંધાને પેરોલ/ફર્લો સ્કોડના પો.સબ. ઇન્સ. એચ.સી. ગોહિલના માર્ગદર્શન અને સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન પોરબંદર બોખીરા ગાત્રાળા ફરર્નીચર પાસેથી શાયર જેન્તીભાઇ ચુડાસમા રહે. નાગકા ગામ તા.જી. પોરબંદર વાળો ગે.કા. વગર પાસપરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧ર કિ.રૂ. ૩૬૦૦ તથા વેગનઆર કાર નંબર જીજે-૦૧-એચ-૯૭૮૭ કિ.રૂ.૧,પ૦,૦૦૦ મળી કુલ રૂ. ૧પ૩૬૦૦ના મુદામાલ કબ્જામાં રાખી મળી આવતા મુદામાલ કબ્જે કરેલ અને સદરહું દારૂનો જથ્થો રાજુ કાના કટારા રહે.સિંહઝર નેશ તા.જી. પોરબંદર વાળો આપી ગયેલ હોય બંને વિરૂદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે તેમજ શાયર જેન્તીભાઇ ચુડાસમા  રહે. જીલ્લા મેજી. શ્રી પોરબંદરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી હોકી સ્ટીક-૧, કબ્જામાં રાખી મળી આવેલ હોય તે અંગે લઅલગથી ગુનો દાખલ કરાવેલ છે.

આ કામગીરી એચ.સી. ગોહિલ ઇ/ચા પીએસઆઇ પેરોલ/ફર્લો સ્કોડ તથા એએસઆઇ અરવિંદભાઇ સવનીયા તથા હેડ કો. પિયુષભાઇ બોદર તથા પીસી પ્રકાશભાઇ નકુમ તથા પીસી દેવેન્દ્રસિંહ ગોહિલ તથા વજશીભાઇ વરૂ તથા રોહિતભાઇ વસાવા દ્વારા કરાઇ છે.

(1:09 pm IST)