Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જુનાગઢના છોડવડી ગામની સીમમાં જુગાર રમતા ૮ શખ્‍સો ઝડપાયા : રૂ.૧.ર૦ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જીલ્‍લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની દારૂબંધી તથા જુગારબંધી અંગેની કડક સુચના અન્‍વયે તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શક હેઠળ પ્રોહી-જુગારની બદી સદંતર નેસ્‍ત-નાબુદ કરવા સુચના કરેલ હતી.

જે અનુસંધાને ભેંસાણ પો.સ્‍ટે. ના પોલીસ કોન્‍સ. હૈદરલી ઇબ્રાહીમભાઇનાઓને બાતમી રાહે હકિકત મળેલ કે, કનુભાઇ રણછોડભાઇ ભુવા રહે. છોડવડી, તા. ભેંસાણ વાળો તેના અંગત ફાયદા સારૂ તેની વાડીની ઓરડીઅે બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી નાલ ઉઘરાવે છે. તેવી હકિકત આધારે ત્‍થા રેઇડ કરતા નીચે મુજબ ઇસમોને ગંજીપતા પાના તથા જુગારના સાહિત્‍ય તથા રોકડ રૂપિયા સાથે જુગાર રમતા પકડી પાડી જુગાર ધારા ક.૪.પ મુજબ ગુનો રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે કનુભાઇ રણછોડભાઇ ભુવા, રહે. છોડવડી તા. ભેંસાણ, પ્રવિણભાઇ ધરમશીભાઇ પોકીયા, રહે. છોડવડી તા. ભેંસાણ, નાગજીભાઇ બેચરભાઇ ડાભી રહે. છોડવડી તા. ભેંસાણ, રાજેશભાઇ ઉર્ફે બહાદુરભાઇ કેશુભાઇ મેર, રહે. છોડવડી તા. ભેંસાણ, પીયુષભાઇ વિનોદભાઇ સરધારા, રહે. છોડવડી તા. ભેંસાણ, નીલેષભાઇ વિનુભાઇ સરધારા, રહે. છોડવડી તા. ભેંસાણ, ભાવેશભાઇ શામજીભાઇ ગુજરાતી, રહે. ભાટગામ તા. ભેંસાણ, રમેશભાઇ ગોરબભાઇ રાદડીયા, રહે. ચણાકા તા. ભેંસાણની રોકડા રૂ.ર૮,૩પ૦, મોબાઇલ ફોન-૭ મોટર સાયકલ-૩ અેમ મળી કુલ રૂ. ૧,ર૦,૩પ૦/-નો મુદામાલ જપ્‍ત કર્યો છે.

આ કામગીરી પો. સબ. ઇન્‍સ. રવિરાજસિંહ અે. જાડેજા, અે.અેસ.આઇ. સરમણભાઇ ઉકાભાઇ, પોલીસ કોન્‍સ. હૈદરઅલી ઇબ્રાહીમભાઇ તથા કલ્‍પેશભાઇ રામદેભાઇ નાઓ દ્વારા કામગીરી કરાઇ હતી.

 

(11:38 am IST)