Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કચ્છમાં સાતમ આઠમના વરસાદી માહોલ-ભુજ સાડા ત્રણ ઈંચ, માંડવી, અંજારમાં એક ઈંચ:ભુજમાં ઠેર ઠેર ભરાયા પાણી

ભુજ: કચ્છમાં સાતમ આઠમ દરમ્યાન વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરે થી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ભુજમાં જામી ગયો હતો. ભુજ ઉપરાંત અંજાર, માંડવીમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્યત્ર ઝરમર ઝરમર વરસાદ રહ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના આંકડાઓ અનુસાર ભુજમાં સાડા ત્રણ ઇંચ, માંડવીમાં એક ઈંચ અને અંજારમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

(7:32 pm IST)