Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આતંકી હુમલાની દહેશત :સોમનાથની સુરક્ષામાં વધારો ; મંદિરમાં 250થી વધુ સુરક્ષાકર્મી તૈનાત

મંદિરમાં 1 ડીવાયએસપી, ૩ પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ, 95 જીઆરડી, 2 બીડીએસ, 2 ડોગસ્કોડ, 1 એસઆરપી કંપની ગોઠવી દેવાઈ

સોમનાથ :કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા વધારી દેવાઈ છે શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.
  ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મોહંમદ એક થયું છે. જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે આતંકીઓના હિટ લિસ્ટમાં રહેલ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સાબદી કરાઈ છે.

મંદિરમાં 1 ડીવાયએસપી, ૩ પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ, 95 જીઆરડી, 2 બીડીએસ, 2 ડોગસ્કોડ, 1 એસઆરપી કંપની ગોઠવી દેવામાં આવી છે. મંદિર બહાર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિરની બહાર સ્થાનિ પોલીસ, એસઆરપી તથા ઘોડેસવાર પોલીસ પણ તૈનાત કરાયા છે. સોમનાથ મંદિરની સુરક્ષા અંગે સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ના પડે તેની તકેદારી સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(11:09 pm IST)