Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ચુડાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડૂબી જતા બે બાળકીઓના કરૂણમોત;સમગ્ર ગામમાં શોકની લાગણી

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના નવી મોરવાડ દામે ભોગાવા નદીમાં બે બાળકીઓનાં ડૂબી જતાં મોત નિપજ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી વરસી રહેલાં ભારે વરસાદને કારણે ભોગાવા નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નદી પાસે રમતી બે બાળકીઓ અચાનક પાણીમાં ડૂબી ગઈ હતી. આ બંને બાળકીઓની ઉંમર અંદાજે 6 વર્ષ અને 7 વર્ષ છે. છ વર્ષની તુલસી અને સાત વર્ષની નિરાલી નામની બંને બહેનો ધોરણ પહેલા અને બીજામાં અભ્યાસ કરતી હતી.

બાળકીઓ નદીમાં ડૂબવા લાગતાં સ્થાનિક તરવૈયાઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેઓ બાળકીઓને બચાવી શક્યા ન હતા. એક જ ઘરની બંને બાળકીઓનાં મોત થતાં માતાપિતાએ આક્રંદ મચાવ્યો હતો. આ ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

(9:19 pm IST)