Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સ્વતંત્ર દિન : લાલ કિલ્લાની આસપાસ લોખંડી સલામતી

રિહર્સલને ધ્યાનમાં લઇને આજે રસ્તાઓ બંધ : મંદિરમાં ડીવાયએસપી, ત્રણ પીઆઈ, છ પીએસઆઈ, ૧૦૨ પોલીસ જવાનો : લાખો લોકોના સોમનાથના દર્શન

અમદાવાદ, તા.૧૨ : પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોઇ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ ખાતે આજે લાખો શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતુ. જો કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદ આઇબીના રિપોર્ટના આધારે રાજયમાં ખાસ કરીને સોમનાથ, અંબાજી સહિતના યાત્રાધામોમાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ હોઇ આજે ભારે લોખંડી સુરક્ષા અને સલામતી વ્યવસ્થા વચ્ચે આજે લાખો શ્રધ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોઇ બપોરે એક વાગ્યા સુધીમાં જ આશરે એક લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને સમગ્ર દિવસ દરમ્યાન તેમ જ મોડી રાત સુધી દાદાના દર્શન માટે ભકતોનો દર્શન માટે ભારે ધસારો સતત ચાલુ રહ્યો હતો. ગીરસોમનાથ દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે આતંકવાદીઓના હિટલીસ્ટમાં પણ છે.

એકતરફ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને ત્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને અનુચ્છેદ ૩૫-એ હટાવતાં પાકિસ્તાન રઘવાયું બન્યું છે. ખુદ ત્યાંના વડાપ્રધાન ઇમરાનખાને ત્યાંની સંસદમાં ઈશારો કર્યો છે કે ભારત પર પુલવામાં જેવા હુમલા થઈ શકે છે ત્યારે આ સ્થિતિ અને આઇબીના રિપોર્ટને ધ્યાનમાં રાખીને રાજયના પવિત્ર યાત્રાધામોમાં જેમાં સોમનાથ મંદિરમાં પણ રાજ્ય પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે. અત્યારે પોલીસ જવાનો ઉપરાંત એસઆરપી, મંદિર સિક્યુરીટીનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. જો કે, ભોળાનાથના ભક્તોની આસ્થા લગીરે ડગી નથી. શ્રાવણ મહિનાના બીજા સોમવારે બપોર સુધીમાં એક લાખથી વધુ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. મંદિર પરિસરની અંદર અને બહાર ભાવિકોની ભીડ જામી હતી અને ડ્રોનની નજરે પણ અદભૂત નજારો જોવા મળ્યો હતો. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરમાં એક ડીવાયએસપી, ત્રણ પીઆઈ, છ પીએસઆઈ, ૧૦૨ પોલીસ જવાનો, ૮૦ જીઆરડીના જવાનો સાથે એક કંપની એસઆરપીના જવાનો સુરક્ષામાં ફરજ બજાવી રહ્યા છે, તો સોમનાથ મંદિર માટે ફળવાયેલ બોમ્બ ડીસપોઝલ સ્ક્વોડ મંદિરમાં દિવસ દરમ્યાન વારંવાર ચેકીંગ કરી રહ્યું છે. આ સાથે સ્નિફર ડોગ પણ સુરક્ષા માટે તૈનાત છે.

બેથી ત્રણ પોઇન્ટ ઉપર પોલીસ મેટલ ડિટેક્ટર તેમજ હેન્ડ મેટલ ડિટેક્ટર દ્વારા યાત્રિકોની તલાશી લેવાઇ રહી છે. મંદિરમાં નિયમ અનુસાર મોબાઈલ, કેમેરા, રીમોટકીચેઇન વગેરે મંદિરમાં યાત્રિકો લઈ જઈ શકશે નહીં. ઉપરાંત સીસીટીવીની મદદથી સમગ્ર પરિસરમાં પોલીસ મોનીટરીંગ કરી રહી છે. આવા સમયે પોલીસ યાત્રિકોને સંદિગ્ધ સમાન દેખાય ત્યારે પોલીસને જાણ કરવા સૂચના આપી રહી છે.

(8:09 pm IST)