Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શ્રી જડેશ્વર મહાદેવનો પ્રાગટય દિન ઉજવાયોઃ ભવ્ય રવાડીઃ લોકમેળાની મજા માણતા લોકો

વાંકાનેરઃ વાંકાનેર પાસેના સ્વયંભુ જડેશ્વર મહાદેવ પ્રાગટવયદિન નિમિતે કાલે -આજે સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દાદાની પરંપરાગત રવાડી કાઢવામાં આવી તી. સ્વયંભુ જડેશ્વર મહાદેવના પ્રાગટયદિનની શ્રાવણ માસના બીજા સોમવારે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છેે જેના નિમિતે મંદિરના સાનિધ્યમાં વર્ષોથી લોકમેળો યોજાઇ છે. લોકમેળાના આગલે દિવસે સોરાષ્ટ્રા યુનિ કુલનાયક ડો. વિજય દેસાણી સહિતના આગેવાનોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિ-સોમ બે દિવસ યોજાતા સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળામાં આજે ચિકકાર જનમેદની ઉમટી હતી ત્યારે આયોજકો દ્વારા કોઇ ગરબડ ઉભી ન થાય તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આજે દાદાના પ્રાગટયદિન નિમિતે સવારે મંદિરના પ્રાગણથી દાદાના મુખવટા સાથેની રવાડી કાઢવામાં આવી હતી. અને મેળાના નીજ મંદિરના શિવલીંગ પર મહંતના હસ્તે પ૧ લીટર ગાયના દુધનો અભિષેક, ચંદનલેપ, ધ્રુપ, દીપ, ફુલોનો શણગાર, આરતી સહિતની પુજનવિધિ કરવામાં આવી હતી (તસ્વીર-અહેવાલઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(3:59 pm IST)