Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દ્વારકા દરીયામાં બોટ ડુબી જવાથી ૪ના મોત

બે દિવસ પહેલા પાંચ જેટલી બોટમાં માછીમારી કરવા ગયા બાદ લાપતા થયા'તાઃ એક બોટ હજુ લાપતા

 દ્વારકા-ખંભાળીયા, તા. ૧રઃ દ્વારકાના રૂપેણ બંદર ઉપર બોટ ડુબી જવાથી ચાર માછીમારોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. સમગ્ર ગુજરાત રાજયમાં ગત ગુરૂવારે ભારે વરસાદની સાથે દ્વારકામાં પણ ભારે વરસાદ અને પવનના કારણે રૂપેણ બંદરની પાંચ માચ્છીમારી  બોટો લાપતા બની હતી. જેમાંની  બે બોટો સમુદ્રમાં ડુબી ગઇ છે અને અન્ય બે બોટો હેમખેમ હોવાનું પીઆઇ વસાવાએ જણાવ્યું છે. જયારે હજુ અન્ય એક બોટનો સંપર્ક  થઇ શકતો  નથી.

આજે અને ગઇકાલે દ્વારકા વિસ્તારના તથા અન્ય સમુદ્રકિનારેથી માચ્છીમારો (૧) સીદીક ઇશાક સૈયદ (ર) અલ્તાફ અબુમેર (૩) મોન્ટુ (૪) રફીક રમદીકના મૃતદેહો મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઇ વધુ તપાસ પોલીસ જમાદાર પ્રવિણસિંહ ચલાવી રહયા છે. (૪.૧૭)

(3:40 pm IST)