Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કલ્યાણપુરના નાવદ્રા વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત : દ્વારકાના ભીમપરા દરીયા કાંઠે બોટ ડુબી જવાથી માછીમારનું મોત

ખંભાળીયા તા ૧૨  : કલ્યાણપુરના નાવદ્રા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયાબેન પ્રેમજીભાઇ મંડોરા (ઉવ૬૦) ના કુંભાર મહિલા ગત તા.૧૦ ના રાત્રીના પોતાની વાડીના રહેણાંક મકાનની ઓરડીમાં ખાટલા પર સુતા હતા ત્યારે ઝેરી જનાવર હાથની આંગળીમાં કરડી જતાં મોત નિપજયું હતું. બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નોંધ કરી છે. બિજા બનાવમાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો સિદીક ઇશાભાઇ થૈયમ (ઉવ.૪૬) ન યુવાન ગત તા.૭ ના રોજ અન્ય સાથીદારો સાથે દરીયામાં માચ્છીમારી કરવા ગયો હોય ત્યારે ભીમપરા ગામની સીમમાં દરીયાના મોજા આવતાં બોટમાં પાણી ભરાવાથી બોટ ડુબી જતાં ભોગ બનનાર દરીયાનું પાણી પી જવાથી મરણ ગયેલ હોવાનું સામે આવેલ છે. બનાવ અંગે દ્વારકા પોલીસે નોંધ દાખલ કરી છે.

આરંભડા મકાનમાં મોબાઇલ- મોટર સાઇકલની ઉઠાંતરી

આરંભડાના સાઇબાબા મંદિર પાસે રહેતા ઉંમર અબ્દુલાભાઇ માલાણીના મકાનમાં રાત્રીના સમયે કોઇ અજાણયા ચોર પ્રવેશી ઘરમાં અંદર પડેલા મોબાઇલ તથા ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ મોટર સાઇકલની ચોરી કરી ગયા હોવાનું ફરીયાદમાં નોંધાવેલ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવળીયામાં પાના ટીંચતા ૧૧ ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે બજરંગ પાન સામેની ગલીમાં બાવળની ઝાડી પાસે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતાં રાજશી નગા સુવા, દેવાણંદ નાથા કરમુર, રમેશ જેન્તીલાલ ભોગાયતા, હેમત દેવા માડક, તમામ દેવળીયા વાળાઓને રોકડા ૫૧૨૦ની મતા સાથે ઝડપી લઇ કલ્યાણપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બિજા દરોડામાં ખંભાળિયા ગાયત્રી નગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં જુગાર રમતા રમેશ રામજી સોલંકી, વનીત કરશન ચોપડા, મોહન પબા ચોપડા, માધા વેલા નકુમ, નારણ પબા પારીયા, મનોજ કારા ભાંભી, વશરામ જમન નકુમ તમામને રોકડા રૂI ૧૪,૨૦૦ ની મતા સાથે ઝડપી લીધા હતા.

(1:39 pm IST)