Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મેઘરાજાને ઘણી ખમ્મા ! ૫૧ તાલુકાઓમાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ

સૌરાષ્ટ્રમાં ૭૫.૯ ટકા, કચ્છમાં ૧૦૧.૪૪, દક્ષિણ ગુજરાતમાં ૧૦૧.૨૭, ઉત્તરમાં ૫૬.૫૬ અને મધ્યમાં ૭૯.૯૧ ટકા વરસાદઃ સૌથી વધુ ૧૭૭.૧૫ ટકા વરસાદ સુરતના ઉમરપાડામાં: રાજકોટ, ચોટીલા, ધ્રાંગધ્રા, પડધરી, મોરબી, ટંકારા, ધ્રોલ, અબડાસા, રાપર વગેરે ૧૦૦ ટકાથી વધુ વરસાદવાળા વિસ્તારો

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાતની પ્રજા જેની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી તે મેઘરાજાએ ઓગષ્ટના પ્રથમ ૧૦ દિવસમાં હેત વરસાવી ધરતીને ધરવી દીધી છે. મોટા ભાગે અછતનો વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં આ વખતે સરેરાશ વરસાદના ૧૦૧.૪૪ ટકા વરસાદ પડી ગયો છે. સરકારે ૧૯૮૯ થી ૨૦૧૮ સુધી રાજ્યમાં તાલુકાવાર પડેલા વરસાદના સરેરાશ આંકડાના આધારે આ વખતના વરસાદના તાલુકાવાર સરેરાશ આંકડા જાહેર કર્યા છે. તે મુજબ ૨૫૧ પૈકી ૫૧ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. ગુજરાતને આવતુ આખુ વર્ષ પીવાના પાણીની નિરાંત થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રમાં મોસમના કુલ વરસાદના સરેરાશ ૭૫.૯ ટકા વરસાદ થઈ ગયો છે. સૌથી વધુ ૧૦૧.૨૭ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. સૌથી ઓછો ૫૬.૫૬ ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો છે. મધ્ય ગુજરાતમાં ૭૯.૯૧ ટકા વરસાદ થયો છે. રાજ્યનો સરેરાશ વરસાદ ૮૩.૯૫ ટકા થયો છે. જે તાલુકાઓમાં સરેરાશ મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે તેવા તાલુકાઓની નામાવલી નીચે મુજબ છે.

તાલુકો-શહેર  

વરસાદના ટકા

અબડાસા

૧૫૭.૯૭

લખપત

૧૨૩.૩૫

નખત્રાણા

૧૩૬.૩૪

રાપર

૧૧૦.૬૨

માંડવી

૧૦૦.૨૯

રાપર

૧૦૧.૪૪

ધંધુકા

૧૦૧.૪૭

મહુધા (ખેડા)

૧૦૯.૪૪

માતર (ખેડા)

૧૦૬.૭૮

આણંદ

૧૦૮.૩૦

આંકલેવ આણંદ

૧૦૮.૫૦

ખંભાત

૧૦૪.૯૬

ડભોઈ

૧૨૪.૫૫

વડોદરા

૧૩૦.૬૯

છોટા ઉદેપુર

૧૫૬.૧૫

કવાટ(છોટા ઉદેપુર)

૧૬૯.૪૬

હાલોલ

૧૦૬.૧૬

જાંબુઘોડા

૧૧૮.૭૧

ચોટીલા

૧૩૬.૫૧

ધ્રાંગધ્રા

૧૦૪.૮૪

રાજકોટ

૧૨૬.૦૦

પડધરી

૧૧૪.૪૦

મોરબી

૧૦૬.૩૮

ટંકારા

૧૨૯.૨૫

ધ્રોલ

૧૧૬.૧૦

જામનગર

૧૦૮.૬૪

ઉમરાળા

૧૨૩.૭૫

વલ્લભીપુર

૧૧૯.૨૬

બોટાદ

૧૧૩.૧૦

બરવાળા

૧૦૫.૦૦

ગઢડા

૧૦૪.૬૨

આમોદ (ભરૂચ)

૧૪૪.૧૮

અંકલેશ્વર

૧૭૪.૩૧

ભરૂચ

૧૧૮.૮૦

હાસોટ (ભરૂચ)

૧૫૮.૧૪

નેત્રંગ (ભરૂચ)

૧૫૮.૭૨

વાગરા

૧૦૩.૧૬

વાલીયા

૧૫૭.૨૨

દેડિયાપાડા

૧૧૫.૩૪

ગરૂડેશ્વર

૧૧૩.૪૪

નાડોદ

૧૧૫.૦૯

તિલકવાડા

૧૧૦.૧૫

નિઝર (તાપી)

૧૨૬.૨૩

ઉચ્છલ

૧૧૪.૦૧

કુકરમુંડા (તાપી)

૧૧૦.૫૬

ઓલપાડ (સુરત)

૧૧૨.૮૩

ઉમરપાડા

૧૭૭.૧૫

ખગ્રામ (નવસારી)

૧૦૯.૦૬

કપરાડા (વલસાડ)

૧૦૮.૪૧

વાપી

૧૧૦.૦૪

વઘઈ (ડાંગ)

૧૨૫.૧૧

(1:37 pm IST)