Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સાસણ ખાતે સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજાઇ મહારેલી

સૌરાષ્ટ્રના પ જિલ્લાના ૪૦ તાલુકાની ૫૫૦૦ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ મળીને ૧૧ લાખથી વધુ લોકો જોડાયા

જૂનાગઢ,તા૧૨: તા. ૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિન, ગીર વિસ્તાર જ પુરતુ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ અને આગવી ઓળખ સિંહ હોય, વિશ્વ સિંહ દિવસ નિમિતેે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથ સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ અર્થે મહારેલીઓ યોજાઇ હતી. આજ રોજ પાંચ જિલ્લામાં ૪૦ તાલુકાનાં ૫૫૦૦ શાળાનાં વિદ્યાર્થીઓ સંગાથે ૧૧ લાખથી વધુ લોકોએ ભાગ લઇ સિંહના સંરક્ષણ અને સવર્ધન માટે રેલીમાં જોડાઈ અને પ્રતિજ્ઞા લીધી હતી.આ મહાજાગૃતિ સંકલ્પની નોંધ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.  

સિંહ દિવસની ઉજવણી પ્રસંગે સાસણ હેલીપેડ ખાતેથી મુખ્ય વનસંરક્ષકશ્રી  ડી.ટી. વસાવડા, સાસણનાં સરપંચી જૂમાભાઇ, રાજીવ શ્રીવાત્સવ, અશ્વિન ત્રિવેદી,ડો. મોહન રામે સહિત મહાનુભાવોએ જાગૃતિ મહારેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી બાદ સિંહ સદન ખાતે સિંહ પર ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. નમીરા મહમદભાઇ બ્લોચે સિંહ પર ગીરકાંઠાનો સાવર ગરજે.... વનરાવનનો કેસરી ગરજે....કાવ્ય અને તેમના જીવનમાં સિંહ નું મહત્વ પર વકતવ્ય આપ્યું હતું  સિંહોના સંવર્ધન માટે ઉપસ્થિત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી.(૨૨.૧૩)

(1:35 pm IST)