Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પોરબંદર દરિયામાં હજુ ૨ નાની હોડી અને ૧૦ માછીમારો લાપત્તા

લાપતા માછીમારોની શોધખોળ માટે ડોનીયર એરક્રાફટ અને હેલીકોપ્ટરની મદદ : બે દિવસ પહેલા દરિયામાં ભારે પવનમાં ફસાયેલા ૧૪ નાની હોડી અને ૭૯ માછીમારોને કોસ્ટગાર્ડેે બચાવી લીધેલ

 પોરબંદર તા.૧૨ : બે દિવસ પહેલા ભારે પવનને કારણે દરિયો તોફાની બનતા જ નાની હોડી ડુબી જતા કુલ ૭ માછીમારોના મોત નીપજ્યા હતા જ્યારે કોસ્ટગાર્ડની મદદથી ૧૪ નાની હોડી અને ૭૯ માછીમારોને બચાવીને સુરક્ષીત કાંઠે લાવવામાં આવ્યા હતા. કોસ્ટગાડે દ્વારા હજુ ૨ નાની હોડીઅને ૧૦ માછીમારોની શોધખોળ ચલાવી રહી છે. માછીમારોને બચાવીને કાંઠે લાવવામાં આવ્યા છે જેમા ૨ માછીમારો સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ છે.

પોરબંદર નજીક ના દરિયામાં ગુમ થયેલ પીલાણા અને માછીમારો ની શોધખોળમાં કોસ્ટગાર્ડ ની મદદ લેવામાં આવી છે પત્રકાર પરિષદ માં એવું જણાવવામાં આવ્યું છે કે ગઈ કાલે  ૧૯ પીલાણાઅને ૯૫ ખલ્રાસી દરિયા માં ખરાબ વાતાવરણ તથા વરસાદ હોવાના કારણે ગુમ થયા. હોવાનું જાણવા મળતા કોસ્ટગાર્ડ દ્વારા તેમના સર્ચ અને રેસ્કયુ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. જો કે પ્રથમ દિવસે જ દસ પીલાણા અને ૫૯ ખલાસી સલામત પોરબંદર ખાતે પહોંચી ગયા હતા  અને ચાર પીલાણા ડુબી ગયા હતા આને ત્રણ ખલાસી ના મૃતદેહ ગઈ કાલે હાથ લાગ્યા હતા અને  ત્રણ જેટલા ખલાસીઓ ના આજે મૃતદેહ મળી આવ્યા છે. બાકી. રહેલા પીલાણા અને ખલાસીઓ ની આજે વહેલી સવાર થી કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર પાવક જહાજ તેમજ ડોનીયર એરક્રાફટ અને હેલીકોપ્ટર ની મદદ વડે શોધખોળ હાથ ધરી હતી જમાં આજ એક બોટ અને તેમાનું સમુદ્ર પાવક શીપ તુરંત ત્યાં પહોંચી ગયું હતું અને હરિપ્રસાદ નામના આ પીલાણા અને તેમાં સવાર ચાર જેટલા ખલાસીઓ ને પોરબંદર લાવવા કાર્યવાહી હાથ ધરી છે કુલ ૧૪ પીલાણા અને ૭૯ ખલાસીઓ સુરક્ષિત રીતે પોરબંદર પહોંચી ગયા છે અને સાત જેટલા ખલાસીઓ ના મોત થયા છે જયારે હજુ બે પીલાણા અને તેમાં સવારના ૯ ખલાસી તથા અન્ય એક પીલાણા નો એક ખલાસી મળી દસ ખલાસીઓ ની શોધખોળ કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. (૧૭.૪)

 

(1:33 pm IST)