Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પોરબંદર દરિયામાં સીંગાપુરના શીપમાં આગ બાદ કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્કયુ : તમામ ર૬ ક્રુ મેમ્બરોનો બચાવ

પોરબંદર, તા. ૧ર  : પોરબંદરથી દરિયામાં ૪૦ નોટીકલ માઇલ દૂર સીંગાપુરના કન્ટેઇનર શીપમાં અકસ્માતે આગ ભભૂકતા કોસ્ટગાર્ડને જાણ થતાં મધરાત્રીના દિલધડક રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને શીપમાંથી તમામ ર૬ ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતા. શીપમાં સીંગાપુરના ૮, મલેશિયાના ર, ચાઇનાના ર, તથા ન્યાનમારના ૧૩ ક્રુ મેમ્બરોનો સમાવેશ થાય છે.

શીપમાં ૪ થી પ કન્ટેઇનરોમાં આગ લાગી હતી. કોસ્ટગાર્ડની સંગ્રામશીપ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી અને આગ કાબુમાં લઇ તમામ ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતાં.

(1:32 pm IST)