Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સુરેન્દ્રનગર એલ.સી.બી.એ નવતર ચોર પકડયોઃ ચાલુ વાહને ચોરી કરતો!!

વાહનોની તાલપત્રી કાપી કિંમતી સામાન ચોરી કરતા સીકંદરને ઝડપી ૮.૮ર લાખનો મુદામાલ ઝડપી લીધોઃ તેના ચાર સાગ્રીતો ફરાર

સુરેન્દ્રનગર તા. ૧ર :.. અત્રેની એલસીબી પોલીસે ચાલુ વાહને ચોરી કરતો નવતર ચોરને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગતો મુજબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં બનતા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ખાસ કરીને ધ્રાંગધ્રા વિરમગામ હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્તા તાડપત્રીઓ કાપી કીંમતી ચીજ વસ્તુઓની ચોરી થતી હોય તે ચોર મુદામાલ શોધી કાઢવા માટે ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કઢવા એલ. સી. બી. પો. ઇન્સ. ડી. એમ. ઢોલ ને સુચના કરેલ. જે સુચના મુજબ પો. ઇન્સ.  ડી. એમ. ઢોલે ખાસ એકશન પ્લાન બનાવી, પુરતી તૈયારી સાથે એલ. સી. બી. ટીમ સાથે ગેડીયા ગામે છાપો મારતા આરોપી સીંકદરખાન અનવરખાન જતમલેક રહે. ગેડીયા વાળો પોતાના કબ્જામાં ચોરી કે છળકપટથી મેળવેલ વિમલ કોર્નફાઇલ રીફાઇન્ડ કોર્ન તેલના ડબ્બા, તથા લાઇટ ગ્રે કલરની ઇનોવા કાર નં. જીજે-૦૧ એચ. કે. ૯૩૭૪ તથા લાલ કલરનું મહિન્દ્રા કંપનીનું ભૂમિપુત્ર ટ્રેકટર એમ મળી કુલ રૂ. પ,૬૯,૦૦૦ નો મુદામાલ રાખી મળી આવેલ.

તેમજ આરોપી (ર) હજરતખાન અનવરખાન જતમલેક રહે. ગેડીયા તા. દસાડા વાળો તેના રહેણાંક મકાને તેલના ડબ્બા, ઇન્ડેન ગેસના બાટલા, એરકુલર, ઘરવપરાશની ચીજ વસ્તુ, ઇલેકટ્રીક આઇટમો, કોસ્મેટીક ચીજ વસ્તુઓ, ડ્રીલ તથા ગ્રાઇન્ડર મશીનો, તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ મળી કુલ રૂ. ૮૮,૬૦૭ નો મુદામાલ રાખી, તથા આરોપી ૩ હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમરીખાન જતમલેક રહે. ગેડીયા તા. દસાડા વાળો તેના રહેણાંક મકાને તેલના ડબ્બા,  તથા બોલગાર્ડ બીયારણના પેકેટ મળી કુલ રૂ. ૧૦,પ૦૦ નો મુદામાલ રાખી. તથા આરોપી (૪) ફીરોજખાન અલીખાન જતમલેક રહે. ગેડીયા તા. દસાડા વાળો તેના રહેણાંક મકાને એરકુલર, ઘરવપરાશની ચીજ વસ્તુ, ઇલેકટ્રીક આઇટમો, મળી કુલ રૂ.૩૧,૭૦૦ નો મુદામાલ રાખી, તથા આરોપી (પ) વસીમખાન બીસ્મીલ્લાખાન જનમલેક રહે. ગેડીયા તા.દસાડા વાળોતેના રહેણાક મકાને તેલના ડબ્બા એરકુલર ઘરવપરાશની ચીજવસ્તુ ઇલેકટ્રીક આઇટમો, એલ.ઇ.ડી.ટી.વી. મોટા, કોસ્મેટીક ચીજવસ્તુઓ, ચપ્પલો, ચોખા, સ્ત્રી-પુરૂષના કપડા મળીકુલ રૂ.૧,૮ર,૮પ૦નો મુદામાલ રાખી ઘરે હાજર મળી નહી આવતા ઉપરોકત તમામ મુદામાલ કુલ કી. રૂ.૮,૮ર,૬૭ર, નો સીઆરપીસી કલમ ૧૦ર મુજબ કબ્જે કરી આરોપી સીંકદરખાન અનવરખાન જતમલેક રહે ગેડીયા વાળાને સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી પુછપરછ કરતા ઉપરોકત મુદામાલ પોતે તથા ફજરતખાન અનવરખાન જતમલેક તથા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક તથા ફીરોજખાન અલીખાન, જનતમલેક તથા વસીમખાન બીસમિલ્લાખાન જતમલેક રહે. ગેડીયા તા.દસાડા વાળાએ ધ્રાંગધ્રા વિરમગામ હાઇવે ઉપર ચાલુ વાહનોમાં ચોરી કરી મેળવેલ તે મુદામાલ હોવાની કબુલાત આપતા મજકુરને બજાણા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોપી આપેલછે.

આ દરોડામાં એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા પો.સ.ઇ.વી.આર. જાડેજા તથા લખતર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ વાયએસ.ચુડાસમા તથા તેમની ટીમ તથા એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ દિલાવરસિંહ તથા પો.હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા જુIનસિંહ મનુભા તથા હીતેષઇભાઇ જેસીંગભાઇ તથા નિકુલીંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અમરકુમાર કનુભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કિરણસિંહ અનોપસિંહએ રીતેની ટીમ દ્વારા ગેડીયા ગામે છાપો મારી લાખોની કીંમતનો ચોરીનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

(1:31 pm IST)