Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મહેરબાનઃ ૫ જળાશયો અને બે ડેમો ઓવરફલો

જિલ્લામાં વરસાદે વિરામ લીધો : જિલ્લાની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની... લોકો ના દ્યરો માં પાણી ભરાયા... શેરીઓ ગલીઓ માં ગંદગી નું સામ્રાજય... નાયકા ડેમ ૨ વર્ષે ઓવરફલો....

દ્વારા સુરેન્દ્રનગરતા.૧૨ : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં પાણી ભયજનક ૨૦ ફુટની સપાટી સુધી પહોંચી ગયું હતું જેને લઇને તંત્ર દ્વારા નાયકા ડેમના ૫ દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. નાયકા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો હતો.જયારે સુરેન્દ્રનગરમાં આવેલા નાયકા અને ધોળીધજા બંને ડેમ ઓવરફ્લો થતાં શહેરની મધ્યમાં આવેલી સુકીભઠ્ઠ ભોગાવો નદી બે વર્ષ બાદ બે કાંઠે વહેતા લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. તસવીર-હેમાંગ રાવલ

પાટડીની નારણપુરા શાળામાં ૪૦ વિદ્યાર્થી ફસાતાં ગ્રામજનોએ સલામત બહાર કાઢયા

પાટડી પાલિકાના તાબાની નારણપુરા પ્રાથમિક શાળામાં શનિવારે સવારે પાણી ફરી વળતાં ૪૦ જેટલા વિદ્યાર્થી ફસાયા હતા. ગ્રામજનોએ તમામ બાળકોને સલામત રીતે બહાર કઢાતાં આચાર્ય રામજીભાઈ સહિતના સ્ટાફ અને વાલીઓએ રાહતનો દમ લીધો હતો.

મૂળીના ઉમરડા, રાયસંગપર,  હેમતપર, ગોદાવરી જેવા  નિચાણવાળા ગામોમા એલર્ટ...

ઉમરડા, રાયસંગપર, હેમતપર, ગોદાવરી ગામો સંપર્કવિહોણા બન્યાં હતાં. નાયકા ડેમ, સબુરી ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળાં ગામોને એલર્ટ કરાયાં હતાં. મૂળી, સરલા, સરા સહિતનાં ગામોમાં ઠેરઠેર પાણી ભરાતાં લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.

હળવદમાં દિધડિયા ગામની નદી પર ગાબડું પડતા વાહન વ્યવહાર અટકી પડતા મુશ્કેલી....

હળવદમાં ભારે વરસાદના પગલે દિધડીયા ગામની નદી પર ગાબડું પડ્યું હતું જુના લીધે વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. જેના લીધે રાહદારી ખેડૂતો તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર એંસી ફુટ રોડ પર આવેલી અનુપમ સોસાયટીઓમાં તેમજ લોકોના દ્યરમાં પાણી દ્યુસી ગયા હતાં. જયા દ્યરની અંદર ઢીંચણસમા પાણી દ્યૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયારે પાણી ભરાવાથી ભારે નુકસાન થયું હતું.

ઝાલાવાડમાં સીઝનનો ૮૦% વરસાદ, ૫ જળાશયો ઓવરફ્લો...

જિલ્લામાં ૪૮ કલાકથી મેદ્યો મહેરબાન થયો છે પરંતુ જાણે મેદ્યમહેર હવે મેદ્યકહેર બની હોય તેમ સતત વરસાદથી સુરેન્દ્રનગરના હેન્ડલૂમ રોડ, કરમણપરા, રામનાથ સોસાયટી, કડિયા સોસાયટી, અનુપમ સોસાયટી, શ્રીનાથજી પાર્ક, ઓમનગર, રામનગર, રતનપર ખાણ વિસ્તાર, જેલ ચોક, નવા-જૂના જંકશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે તા. ૧૧ સુધી વરસાદની આગાહી વ્યકત કરી છે. સુરેન્દ્રનગરના હેન્ડલુમ વિસ્તારમાં રસ્તાઓના લેવલ ગલીઓથી ઉંચા થઇ ગયા હોવાથી શુક્રવારે રાત્રે વરસેલા વરસાદમાં શેરીઓમાં પાણી ભરાવા લાગ્યા હતા. જેમાં વિસ્તારના વિઠ્ઠલપ્રેસ, મારવાડી લાઇન, માઇમંદિર વિસ્તારની ગલીઓમાં લોકોના દ્યરોમાં પાણી ભરાઇ ગયા હતા. મોડી રાત્રે લોકોને ગલીઓની બહાર પાણી ગલીમાં ન દ્યુસે માટે પાળા બનાવવા પડ્યા હતા.

(1:30 pm IST)