Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ગુજરાતમાં પશુ-પાલન અને ડેરી વિકાસમાં કેન્દ્ર સરકારનાં સહયોગ માટે કુંવરજીભાઇની રજુઆત

કેન્દ્રીંયમંત્રી ગીરીરાજસિંહે રાજયમાં વિકાસ થાય તે માટે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી : કુંવરજીભાઇએ ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી યોગ્ય પગલા ભરવા સુચના આપી.

 આટકોટ તા ૧૨  : રાજયના પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ તાજેતરમાં રાજયમાં ડેરી વિકાસ અને પશુપાલન ક્ષેત્રનો વિકાસ કરવા કેન્દ્રના પશુપાલન મંત્રી ગીરીરાજસિંહ સાથે મુલાકાત કરી ગુજરાતમાં જરૂરી આર્થિક સહાય માટે રજુઆત કરી હતી.

ગુજરાત રાજયમાં પશુ-પાલન અને ડેરી ઉદ્યોગમાં વિશાળ તકો ઉભી થઇ શકે તેમ છે. આ ક્ષેત્રમાં ગુજરાત મોડેલ રાજય બની શકે તેમ હોય અને આ ક્ષેત્રમાં રોજગારીની પણ વિશાળ તકો મળી શકે તેમ હોવાનું કુંવરજીભાઇ બાવળીયાએ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહને જણાવ્યું હતું. જેના ભાગરૂપે ગીરીરાજસિંહે કુંવરજીભાઇ બાવળીયાને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી આ ક્ષેત્રમાં આગળ કામગીરી કરવા સુચનાઓ આપી હતી.

કેન્દ્રીય મંત્રીના હકારાત્મક વલણથી તેમના ભાગરૂપે કુંવરજીભાઇ બાવળીયાએ કેન્દ્રના  ઉચ્ચ અધિકારીઓ, અમુલના વાઇસ ચેરમેન, મેનેજીંગ ડીરેકટર, અધિકારીઓ રાજયનાં ઉચ્ચ અધિકારીઓ, રાજયના તમામ જીલ્લાના દુધ ઉત્પાદક સંઘોના મેનેજીંગ ડીરેકટરો તથા અન્ય અધિકારીઓ સાથે અમદાવાદ મધર ડેરી ખાતે તાજેતરમાં એક બેઠક યોજી સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં પશુ-પાલન અને ડેરિ વિકાસના વ્યવસાયથી વંચિત વિસ્તારોમાં વિકાસ કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં વિકાસ થાય, પશુ પાલકોને તેમના ઉત્પાદનનાં સારો ભાવો મળે તથા પશુ પાલન પ્રવૃતિને વધુમાં વધુ ઉતેજન મળે તે માટે બનતા તમામ પ્રયાસો કરવા કુંવરજીભાઇ બાવળીયાએ ઉચ્ચ અધિકારીઓને સુચના આપી હતી.

(12:15 pm IST)