Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હળવદના સરંભડા ગામે બનતા શૌચાલયમાં ગેરરીતિ આચરાતી હોવાની લોક મુખે ચર્ચા તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે

હળવદ, તા.૧૨:ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાકટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામતી હોય છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હળવદ પંથકમાં બનતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના શૌચાલય માત્ર કહેવા પૂરતા જ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું લોક મુખર ચર્ચાઈ રહ્યું છે જેમાં તાલુકાના સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી હોવાનું સામે દેખાય આવે છે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હળવદ તાલુકાના સરંભડા ગામે અંદાજેઙ્ગ ૧૮ જેટલા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે જેમાં દ્યણા બની ગયા છે અને દ્યણા બાકી પણ છે જે શૌચાલય બનાવવા પાછળ રૂપિયા ૧૨હજારનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા શૌચાલય ના કામમાં લોટ પાણી ને લાકડા કરી બનાવવા ખાતર બનાવ્યા હોય તેમ મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સ્થળ મુલાકાત લઈ યોગ્ય તપાસ કરે તે જરૂરી બન્યુ છે.એન્જિનિયરને સાથે રાખી તપાસ કરીશું :સી.સીસરંભડા ગામે બનતા શૌચાલય મા ગેરરીતિ આચરી હોવાની રાવ ઉઠતા હળવદ તાલુકા પંચાયતના સી.સી જીતુભાઈ સોલંકી જણાવ્યું હતું કે એન્જિનિયરને સાથે રાખી સ્થળ મુલાકાત કરી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો કામમાં ક્ષતી જણાશે તો કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી કામ ફરીથી કરવા જણાવીશુંવર્ષ ૨૦૧૬/૧૭ પણ ૪૫ શૌચાલય બન્યા હતા હાલ મોટાભાગના બંધ છે.?સરંભડા ગામે વર્ષ ૨૦૧૬/૧૭માં પણ ૪૫ સૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી મોટાભાગના શૌચાલયો હાલ બંધ છે અને જે ચાલુ કરવામાં આવ્યા છે જેમાં લોકોએ પોતાના ખર્ચે વધુ ખર્ચ કરી યોગ્ય બનાવી ઉપયોગમાં લેવામાં આવે છ.

(12:12 pm IST)