Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અલિયાબાડાના તાલીમાર્થીઓ ભૂતવડની શૈક્ષણિક મુલાકાતે

ધોરાજીઃ શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય-ભૂતવડ ખાતે ડી. જી. શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા બી.એડના તાલીમાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ૧ર૦ જેટલા તાલીમાર્થીઓને ભૂતવડ સરસ્વતી વિદ્યાપીઠમાં ચાલતા એકમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમની સાથે અલિયાબાડા કોલેજના પ્રિન્સિપાલ ડો.જનકભાઇમકવાણા અને સ્ટાફ ઉપસ્થિત હતા. સરસ્વતી વિદ્યાપીઠ ભૂતવડના મંત્રીશ્રી રણછોડભાઇ વઘાસિયાએ કોલેજના તાલીમાર્થીઓને મુલાકાત બદલશુભેચ્છા પાઠવી હતી.

(12:09 pm IST)