Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ધોરાજીઃ તંત્રની બેદરકારીના કારણે થયેલા રાહદારીના મૃત્યુ કેસમાં ફરિયાદ નોંધવા હુકમ

ધોરાજી ન.પા.ના સતાધીશો-પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓ સામે ફરીયાદ

ધોરાજી તા. ૧ર : ધોરાજી-નગરપાલીકાના સતાધીશો, કોન્ટ્રાકટરો, પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ વિગેરે સામે બેદરકારીથી મોત નીપજાવવાની ફરીયાદ નોંધવા ધોરાજી કોર્ટે હુકમ કર્યો હતો.

 

આ અંગેની વિગત મુજબ ગત તા. ૬/૯/ર૦૧૭ના રોજ ધોરાજીના નાનજીભાઇ કુરજીભાઇ વસ્તપરા જમનાવડ રોડ પર પોતાનું મોટર સાયકલ લઇને નીકળેલ પરંતુ ધોરાજી શહેરના સત્તાધીશો અને પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો તથા ભૂર્ગભ ગટરના કોન્ટ્રાકટરોએ જે માનવ જીંદગી જોખમાય તેવી બેદરકારી રોડ રસ્તા કામમાં માથામાં ગંભીર ઇજા થવાની નાનજીભાઇનું અવસાન થયેલ છે.

આ અંગે ફરીયાદ નાનજીભાઇના ભાઇ કિશોરભાઇએ ધોરાજી પો.સ્ટે.મા કરવા છતા પોલીસે ફરીયાદ ન નોંધી જેથી કિશોરભાઇ એ ધોરાજી કોર્ટમાં નગરપાલીકાના તાત્કાલીન પ્રમુખ કે.પી.માવાણી, ચીફ ઓફીસર દવે, પી.ડબલ્યુ.ડી.ના જવાબદારો તથા ભગર્ભ ગટરના કોન્ટ્રાકટરો વિરૂદ્ધ બેદરકારીથી પોતાના ભાઇનું મોત નિપજાવવા ફરીયાદ કરતા અદાલતે પોલીસનો રીપોર્ટ તથા ફરીયાદ પક્ષની દલીલ સાંભળી ધોરાજી પોલીસને ફરીયાદીની ફરીયાદ કિ. પો.કો. કલમ-૧પ૬ (૩) અન્વયે મોકલી ફરીયાદ નોંધવા અને તેનો રીપોર્ટ એક માસમાં અદાલતમાં રજુ કરવા આદેશ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી વકીલ ચંદુભાઇ પટેલ રોકાયેલ છે.

(12:05 pm IST)