Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ધોરાજીના ફોફળ ડેમમાં નવા નીરને વધાવતા જયેશભાઇ રાદડિયા

ધોરાજી : જામકંડોરણાને પીવાનું પાણી પુરો પાડતો ફોફળ ડેમ જે ૨૪ કલાક પહેલાં ખાલી ખમ હતો, જામકંડોરણા અને સાજડીયારી અને ઉપરવાસમાં શ્રીકાર વરસાદને લીધે ફોફળ નદીમા઼ ઘોડાપુર આવેલ અને જોત જોતામાં ફોફળ ડેમ જે જામકંડોરણા તાલુકાની જુથ યોજના દ્વારા  પીવાનું પાણી પુરૂ પાડે છે. આજે ફોફળ ડેમની સપાટી ૧૭ ફૂટની થતા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ ફોફળ ડેમ સાઇટની મુલાકાત લઇ નવા નીરને વધાવેલ હતા.

આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, જસમતભાઇ કોયાણી, કરણસિંહ જાડેજા, ચંદુભા ચોૈધરી, ખોડલધામ સેવાના યુવાનો પ્રેમજીભાઇ બાલધા, શિક્ષણવિદ વિજયભાઇ રાણપરીયા , દિપકભાઇ ગજેરા, પૂર્વ અગ્રણી નિલેશભાઇ પાનસુરીયા, ધોરાજી વોટર વર્કસના રાજુભાઇ પોકીયા, તેમજ વિશાળ સંખ્યામાં સહેલાણી ફોફળ ડેમનો નજારો જોવા ઉમટી પડેલ હતા.

(12:03 pm IST)