Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ડોસલીધૂના ડેમ ઓવરફલો થતાં ચાર ગામોને બારેમાસ ચાલે એટલુ પાણી

રાજકોટઃ રાજકોટ જીલ્લાના બામણબોર પાસેના ડોસલીધુનાનો ડેમ ઓવરફલો થતાં બામણબોર, નવાગામ, ગારીડા અને ડોસલીધૂના નામના ચાર ગામોના ખેડૂતો-માલધારી સમાજમાં ખુશીની લ્હેર છવાઇ ગઇ છે. બામણબોરની નદીઅ બે કાંઠે થઇ જતાં ગામલોકો ખુશખુશાલ થયા છે. ડેમ છલકાઇ ગયા હોઇ ખેડૂતોને પિયત માટે પણ ખુબ લાભ થશે. ઘેર-ઘેર લાપસીના આંધણ મુકાયા હતાં. બારેમાસ ચાલે એટલુ પાણી બે જ દિવસમાં આવી જતાં સોૈ ખુશ છે. તસ્વીર બામણબોરના બાબુલાલ ડાભીએ મોકલી હતી.

 

(12:01 pm IST)