Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

માણાવદરના કોડવાવ ગામે જુગાર રમતા પ શખ્સો ઝડપાયા

૭૩,૮૩૦ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા પીએસઆઇ એકે પરમાર દ્વારા કાર્યવાહી

જુનાગઢ તા. ૧રઃ જુનાગઢ રેન્જના આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી તથા જુનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંહ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા તથા પ્રોહીબીશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી. પ્રોહિબીશન જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને તથા પોલીસ ઓફીસરને સુચનાઓ કરવામાં આવેલ.

પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ ડિવીઝનના ડીવાયએસપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ બાંટવા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. એ. કે. પરમાર તથા પો. કોન્સ. સંજયભાઇ જીણાભાઇ તથા ડ્રા. પો. કોન્સ. ગોપાલભાઇ હીરાભાઇ કીંદરખેડીયા સહીતના માણસોની ટીમ દ્વારા કોડવાવ ગામે આરોપી કિશોરભાઇ રાણાભાઇ રાવલીયાના રહેણાંક મકાનેથી રોન પોલીસ નામનો તીન પતીનો જુગાર રમતા આરોપીઓ કીશોર રાણાભાઇ રાવલીયા જાતે આહીર (ઉ.વ. ૪૦) રહે. કોડવાવા તા. માણાવદર, પરબત દેવશીભાઇ મારૂ જાતે આહીર (ઉ.વ. ૬૪) રહે. સમેગા તા. માણાવદર, નરેન્દ્ર મગનભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.વ.ર૭) રહે. કોડવાવ તા. માણાવદર, માલદે રામભાઇ બાની જાતે આહીર (ઉ.વ.પ૦) રહે. સમેગા તા. માણાવદર (પ) ખીમા દેવાણંદભાઇ કોઠીયા જાતે આહીર (ઉ.વ. ૩૯) રહે. કોડવાવ તા. માણાવદર વાળાઓને રોકડા રૂ. ૬૬૩૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-પ કિ. રૂ. ૭પ૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂ. ૦૦/-૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૭૩૮૩૦/- નો મુદામાલના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ બાંટવા સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ બાંટવા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. એ. કે. પરમારે સરકાર તરફે ફરીયાદી બની જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવેલ છે.

(12:00 pm IST)