Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ગોંડલમાં જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૪ મહિલા સહિત ૯ પકડાયા

હસમુખ ખત્રી તેના મકાનમાં જુગાર રમાડતો'તોઃ પી.આઈ. રામાનુજ તથા સ્ટાફનો દરોડો

રાજકોટ, તા. ૧૨ :. ગોંડલ સીટી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા પર રેઈડ કરી જુગાર રમતી ૪ મહિલા સહિત ૯ શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં મોટી બજાર બાવાબારી શેરીમાં રહેતો હસમુખ ખત્રી તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા સીટી પી.આઈ. કે.એન. રામાનુજ તથા પો.કો. ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમતા મકાન માલિક (૧) હસમુખ હરીલાલ નિર્મળ ખત્રી (૨) નિલેષ ચંદુભાઈ માંડલીયા રહે. ગોંડલ મહાદેવવાડી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે (૩) પ્રદિપ હરીલાલ નિર્મળ રહે. ગોંડલ મોટી બજાર બાવાબારી શેરી (૪) જીતેન્દ્ર વિનુભાઈ આસરા રહે. ગોંડલ ભવનાથનગર મામાદેવના મંદિર પાસે (૫) ગિરીશ વસંતભાઈ નિર્મળ રહે. ગોંડલ મોટીબજાર બાવાબારી શેરી (૬) ઉષાબેન નટુભાઈ નાથાભાઈ કારીયા રહે. ગોંડલ મોટી બજાર બાવાબારી શેરી (૭) પન્નાબેન પ્રવિણકુમાર બલદેવદાસ ઠક્કર રહે. ગોંડલ ગ્રીનસીટી બંગલા નં. ૩૪ ખિમોરી તળાવ પાસે (૮) વર્ષાબેન હર્ષદભાઈ હરીભાઈ નિર્મળ રહે. ગોંડલ મોટીબજાર બાવાબારી શેરી તથા (૯) જયશ્રીબેન અમૃતલાલ ગોરધનદાસ સોલંકી રહે. ગોંડલ મોટી બજાર બાવાબારી શેરીને રોકડા રૂ. ૧૭૩૨૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:59 am IST)