Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

માણાવદરનાં થાપલા ગામે ૨૫૦ વૃક્ષોના રોપાઓનું વિતરણ

 માણાવદરઃ તાલુકાના થાપલા ગામે વર્ધમાન ટેકસ ટાયલ દ્વારા ૨૫૦ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું જેમાં બેટર કોટન એસાસીએશનની પ્રોજેકટ ટીમ અને થાપલા ગામ ના ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ અંગે વર્ધમાન ટેકસ ટાયલ ગૃપ ના લલીતભાઇ ગર્ગ દ્વારા વૃક્ષો વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે આપણી સંસ્કૃતિને વૃક્ષો સાથે વર્ણાવી દેવામાં આવી છે. તુલસીના નાના છોડ હોવા છતાં તેમના ફાયદા ઘણા છે. પીપળો જે ધર્મ ને અનુસંધાને જે સમાજમાં એક વૃક્ષ તરીકે આગવું સ્થાન ધરાવે છે અને છોડમાં રણછોડ કોઇ પણ વ્યકિત એક વૃક્ષ વાવી મંદિરની સ્થાપના કરે છે માનવ માટે જેમ પાણી જરૂરી છે એમ વરસાદને વર્ષાવા માટે વૃક્ષો જરૂરી છે. થાપલા ગામની પ્રાથમિક શાળામાં સીસમ, પીપળો, લીમડો, કરણ, જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ તેમજ ગામની અંદર પણ જુદા જુદા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને વૃક્ષો વાવામાં આવ્યા હતા આ તકે ગામ લોકોએ પણ સહયોગ આપ્યો હતો અને કહયું હતું કે અમે પણ અમારા ઘર પાસે વૃક્ષ વાવી તેનું જતન પણ કરીશું તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ જીગ્નેશ પટેલ)

(11:59 am IST)